Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્યનખાન અમેરિકામાં ગાંજાનો નશો કરતો હતો, NCBની ચાર્જશીટમાં દાવો

સુપરસ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળી ગઇ છે. આર્યન ખાનનું નામ મુંબઇ કૃઝ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું પણ હવે એનસીબી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં આર્યનનું નામ આવ્યું નથી. જો કે એનસીબીએ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે અમેરિકામાં ગાંજો લેવાની વાત નિવેદનમાં કહી હતી. એનસીબીએ શુક્રવારે મુંબઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ડ્રગ્સ કેસમાં
આર્યનખાન અમેરિકામાં ગાંજાનો નશો કરતો હતો  ncbની ચાર્જશીટમાં દાવો
સુપરસ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળી ગઇ છે. આર્યન ખાનનું નામ મુંબઇ કૃઝ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું પણ હવે એનસીબી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં આર્યનનું નામ આવ્યું નથી. જો કે એનસીબીએ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે અમેરિકામાં ગાંજો લેવાની વાત નિવેદનમાં કહી હતી. 
એનસીબીએ શુક્રવારે મુંબઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા 20માંથી 14 લોકોના નામ આપવામાં આવ્યા હતા. આર્યન ખાન સહિત 6 લોકોના નામ ચાર્જશીટમાં ન હતા. એનસીબીએ કહ્યું કે આ 6 લોકો સામે કોઇ પુરાવા ના મળતાં તેમના નામ ચાર્જશીટમાં રખાયા નથી. તેવામાં એવા સમાચાર પણ આવ્યા છે કે આર્યન ખાને એનસીબીની પુછપરછમાં ગાંજો લેવાની વાત કબૂલી હતી. 
ચાર્જશીટ મુજબ આર્યન ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે તેમણે 2018માં યુએસમાં ગાંજો પીવાનું શરુ કર્યું હતું. યુએસમાં આર્યન તે સમયે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યાં તેને ઉંઘની બિમારી હતી અને તેમણે ઇન્ટરનેટ પર કેટલાક આર્ટિકલમાં વાંચ્યું હતું કે ગાંજો પીવાથી આ બિમારીમાં ફાયદો થાય છે. 
એનસીબીએ એમ પણ કહ્યું કે આર્યનના વોટસેઅપમાં મળેલી ચેટ તેની જ હતી અને તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. તેણે એનસીબીને કહ્યું કે તે મુંબઇના બાન્દ્રાના એક ડીલરને ઓળખે છે પણ તેનું નામ અને લોકેશન તેને ખબર નથી. આ ડીલર તેના દોસ્ત અચીતને ઓળખે છે અને અચીતને પણ ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો હતો. 
ચાર્જશીટમાં એનસીબીએ આર્યન ખાનને ક્લીન ચીટ આપી હતી. એનસીબીએ કહ્યું કે તેની પાસેથી કોઇ ડ્રગ્સ મળ્યું ન હતું. અને તે આરોપી છે કે કેમ તેનો મજબૂત પુરાવો મળ્યો ન હતો. આર્યનના દોસ્ત અરબાજ મર્ચન્ટની પુછપરછમાંથી પણ જાણવા મળ્યું ન હતું કે તેની પાસેથી મળેલો 6 ગ્રામ ગાંજો આર્યન ખાન લેવાનો હતો. આર્યને પણ નિવેદનમાં કહ્યું ન હતું કે એનસીબીને મળેલું ચરસ તે કન્સ્યુમ કરવાનો હતો. 
Advertisement
Tags :
Advertisement

.