Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાલનપુરના આર્યન મોદીના અપહરણ અને હત્યાના આરોપીઓ ઝડપાયા

બનાસકાંઠાના (Banaskantha) મુખ્ય મથક પાલનપુર (Palanpur) માંથી 5 દિવસ પહેલા આર્યન મોદી (Aryan Modi) નામના વિધાર્થીનું અપહરણ (Kidnapping) કર્યા બાદ તેને માર મારી ઝેરી દવા પીવડાવતા સારવાર દરમ્યાન વિધાર્થીનું મોત (Death) નીપજ્યું હતું જેને લઈને પોલીસે (Police) 10 આરોપીઓની અટકાયત કરી છે અને આરોપીઓ સામે 302નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.250  જેટલા CCTV ફૂટેજ ખંગાળ્યાપાલનપુરના 21 વર્ષીય આર્યન મોદી નામના વિધાર્થીના મોતને લઈને બનાસà
પાલનપુરના આર્યન મોદીના અપહરણ અને હત્યાના આરોપીઓ ઝડપાયા
બનાસકાંઠાના (Banaskantha) મુખ્ય મથક પાલનપુર (Palanpur) માંથી 5 દિવસ પહેલા આર્યન મોદી (Aryan Modi) નામના વિધાર્થીનું અપહરણ (Kidnapping) કર્યા બાદ તેને માર મારી ઝેરી દવા પીવડાવતા સારવાર દરમ્યાન વિધાર્થીનું મોત (Death) નીપજ્યું હતું જેને લઈને પોલીસે (Police) 10 આરોપીઓની અટકાયત કરી છે અને આરોપીઓ સામે 302નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
250  જેટલા CCTV ફૂટેજ ખંગાળ્યા
પાલનપુરના 21 વર્ષીય આર્યન મોદી નામના વિધાર્થીના મોતને લઈને બનાસકાંઠા પોલીસે LCB, SOG, પેરોલફ્લો સહિત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે 250 જેટલા CCTV ફૂટેજ ખંગાળીને આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સર્વેલન્સની મદદ લીધી હતી.
10 આરોપીની અટકાયત
જેમાં પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે 164 મુજબ  6 પ્રત્યક્ષદર્શીના નિવેદનો લઈને આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, પોલીસે ગુનામાં સંડોવાયેલી 3 કારોને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે જેથી પોલીસે હાલ પૂરતું વિધાર્થીનું અપહરણ અને હત્યાનું કારણ મીડિયા સમક્ષ કહેવાનું ટાળ્યું હતું જોકે આ મામલે પ્રેમ પ્રકરણ હોવાથી અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
  • પોલીસે 6 ટિમો બનાવીને 10 આરોપીઓની અટકાયત કરી છે વિધાર્થીને એક ફાર્મ હાઉસમાં લઈ જઈને ગુનાને અંજામ આપ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓના નામ
  • સરદારભાઈ ગણેશભાઈ ચૌધરી-ગિડાસણ, તા-વડગામ
  • કલ્પેશ લક્ષ્મણભાઈ ગુડોલ -કુશકલ, તા-પાલનપુર
  • જગદીશ ભીખાભાઇ જુડાળ -જગાણા, તા-પાલનપુર
  • ભાવેશ મોંઘજીભાઈ કરેણ-જગાણા, તા-પાલનપુર
  • ભાસ્કર ભેમજીભાઈ ચૌધરી-જગાણા, તા-પાલનપુર
  • વિપુલ ગણેશભાઈ કોરોટ-ચંગવાડા, તાલુકો -વડગામ
  • આશિષ હરિભાઈ ઉપલાણા -ચંગવાડા, તાલુકો -વડગામ
  • સુરેશ સરદારભાઈ કાથરોટીયા-પટોસણ, તા-પાલનપુર
  • સરદાર વાલજીભાઈ ચૌધરી-એદ્રાણા, તા-વડગામ
  • લક્ષ્મણ શામણભાઈ ચૌધરી-વેંસા, તા-વડગામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.