Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદમાં ભવ્ય રોડ શો, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

હાલમાં પાંચ રાજયોની યોજાયેલી વિધાનસભા ચૂંટણીની અંદર ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર મંડાણી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ ચુકી છે. આ વિધાનસભાા ચૂંણી ગુજરાત માટે ખાસ હશે કારણ કે તેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ભાગ લેશે. ત્યારે ચૂંટણી તૈયારીના ભાગરુપે જ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અà
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદમાં ભવ્ય રોડ શો  હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
હાલમાં પાંચ રાજયોની યોજાયેલી વિધાનસભા ચૂંટણીની અંદર ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર મંડાણી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ ચુકી છે. આ વિધાનસભાા ચૂંણી ગુજરાત માટે ખાસ હશે કારણ કે તેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ભાગ લેશે. ત્યારે ચૂંટણી તૈયારીના ભાગરુપે જ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાત, તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અત્યારે ગુજરાત આવ્યા છે.
ગઇ કાલે રાત્રે ગુજરાત પહોંચેલા ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે આજે પહેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમદાવાદ પૂર્વમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. પૂર્વના ઉત્તમનગર વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે દર્શન કર્યા બાદ આ રોડ શોની શરુઆત થઇ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા તેમના આ રોડ શોને તિરંગા યાત્રાનું નામ આપવામાં આવ્યું છે.
જાગ ગયા ભાઇ જાગ ગયા આમ આદમી જાગ ગયા, જીત ગયા ભાઇ જીત ગયા આમ આદમી જાત ગયા, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે, ભ્રષ્ટાચાર કા એક હી કાલ, કેજરીવાલ કેજરીવાલ જેવા નારાઓ સાથે આ રોડ શો યોજાયો હતો. ઉત્તમનગરથી શરુ કરીને ઠક્કરનગર એપ્રોચ આવ્યા ત્યાંથી ઇન્ડિયા કોલોની રસ્તે આગળ વધ્યો હતો. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાથમાં તિરંગા લઇને જોડાયા હતા.
તો આ તરફ અરવિંદ કેજરીવાત તથા ભગવંત માનને જોવા માટે સ્થાનિક લોકોમાં પમ ભારે ઉત્સુકતા હતી. લોકો અગાશઈ પર અને ઉંચાઇ વાળી જગ્યા પર કે પછી છાપરા પર ચડીને કેજરીવાલની ઝલક મેળવી રહ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માન સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે ટ્રકમાં હતા. રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.