Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત આવેલા કેજરીવાલ અને ભગવંત માન ભગવાન સ્વામિનારાયણના શરણે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસરને જોયુ હતુ. બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલà«
09:26 AM Apr 03, 2022 IST | Vipul Pandya
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસરને જોયુ હતુ.
 બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સાથે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહીત અનેક નેતાઓ  હાજર રહ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે  દરેક વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરમાં 30 મિનિટ સુધી બંને નેતાઓ રહ્યા હતા. તેઓએ સ્વામિનારાયણ ભગવાનને અભિષેક પણ. સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી તેમણે મંદિરના સ્વામી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ પરત હોટલ જવા રવાના થયા હતા. ગઈ કાલે અમદાવાદમાં રોડ શો કર્યો હતો તે પહેલા પણ ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતાં. 
ગુજરાત આપણા નેતા સાથે કરશે બેઠક : 
ગુજરાત પ્રવાસના બીજા દિવસે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે. આ વર્ષના અંતે આવી રહેલી  વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આગામી ચૂંટણીની રણનીતિ ઘડશે. પંજાબ બાદ આપની નજર ગુજરાત પર છે.  
આજે સાંજે બંને નેતા દિલ્હી પરત થશે
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતનો 2 દિવસનો પ્રવાસ પૂર્ણ કરી આજે સાંજે દિલ્હી પરત ફરશે.
Tags :
AAPArvindKejrivalBhagwantManngujarataapGujaratFirstIsudanGadhvi
Next Article