ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઇને રાજસ્થાનના આ શહેરમાં કલમ 144 લાગુ, 21 એપ્રિલ સુધી લાગુ રહેશે

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા છતા લોકોમાંથી તનો જુવાળ ઓછો નથી થઇ રહ્યો. એક તરફ લોકો આ ફિલ્મનું સમર્થન કરી રહ્યા છે, વખાણી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મનો વિરોધ પણ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે રાજસ્થાનમાં આ ફિલ્મના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. રાજસ્થાનના કોટા શહેરના કલેક્ટર દ્વારા
05:52 PM Mar 21, 2022 IST | Vipul Pandya
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા છતા લોકોમાંથી તનો જુવાળ ઓછો નથી થઇ રહ્યો. એક તરફ લોકો આ ફિલ્મનું સમર્થન કરી રહ્યા છે, વખાણી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મનો વિરોધ પણ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે રાજસ્થાનમાં આ ફિલ્મના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. રાજસ્થાનના કોટા શહેરના કલેક્ટર દ્વારા એક ચોંકાવનારો નિર્મય કરવામાં આવ્યો છે.

કલેક્ટરનું જાહેરનામુ
કોટાના કલેક્ટર રાજકુમાર સિંહે મંગળવારથી કોટામાં કલમ 144 લાગુ કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લામાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સ્ક્રીનિંગ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામા પ્રમાણે જિલ્લામાં 22 માર્ચે સવારે 6 વાગ્યાથી 21 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. આદેશ મુજબ આગામી દિવસોમાં અનેક તહેવારો આવવાના છે. ઉપરાંત થિયેટરોમાં ચાલી રહેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા આ પગલું ભરાયું છે. 
પાંચ વ્યક્તિઓ ભેગા નહીં થઇ શકે
જાહરનામા અનુસાર કોઈપણ જગ્યાએ પાંચ કે પાંચથી વધુ વ્યક્તિઓને એકસાથે ઊભા નહીં રહી શકે. આ સિવાય જિલ્લામાં કોઈપણ સંગઠન, સંસ્થા કે સમુદાય સભા-સરઘસ કરી શકશે નહીં. તેમજ કોઈપણ જૂથને કોઈપણ પ્રકારનું સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે આ પ્રતિબંધો સરકારી કાર્યક્રમો, પોલીસ, ચૂંટણી તેમજ કોરોના રસીને લગતા કાર્યક્રમ પર લાગુ નહીં થાય. આ સિવાય આ આદેશમાં સોશિયલ મીડિયા દ્વારા બિનજરૂરી, જાહેર શાંતિ ભંગ કરનાર તથ્યોના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હિન્દુ વર્ગમાં ખાસ લોકપ્રિય છે. આ વિષય પર રાજનીતિ પણ થઇ રહી છે. ભાજપ અને અનેક હિન્દુ સંગઠનો આ ફિલ્મ જોવા અને બતાવવા માટે આતુર છે. એટલું જ નહીં નેક લોકો આ ફિલ્મ જોવા માટે લોકોને પ્રેરિત પણ કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આ ફિલ્મને લઈને સવાલો ઉઠાવ્યા છે.
Tags :
Article144GujaratFirstkotaRajasthanTheKashmirFiles
Next Article