Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી શ્રીકાંત ત્યાગીની ધરપકડ

ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાગીની ધરપકડ કરવા માટે STFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીકાંત ત્યાગીની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે.શ્રીકાંત ત્યાગીની એવા સમયે ધરપકડ કરવામાં આવી છે જ્યારે મંગળવારે તેની પત્નીને નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટ
મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી શ્રીકાંત ત્યાગીની ધરપકડ
ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાગીની ધરપકડ કરવા માટે STFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીકાંત ત્યાગીની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે.
શ્રીકાંત ત્યાગીની એવા સમયે ધરપકડ કરવામાં આવી છે જ્યારે મંગળવારે તેની પત્નીને નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે ફરીથી બોલાવવામાં આવી છે. આ પહેલા પણ રવિવારે ત્યાગીની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ સોમવારે તેના ગેરકાયદે બાંધકામ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
સોમવારે મોડી સાંજે સીએમ યોગી આદિત્યનાથે પણ શ્રીકાંત ત્યાગીની ધરપકડને લઈને કડકાઈ બતાવી હતી. તેમણે શ્રીકાંત ત્યાગી કેસમાં ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. 
ઉલ્લેખનિય છે કે શ્રીકાંત ત્યાગી ભાજપના નેતા રહી ચૂક્યા છે. તેની ઘણી તસવીરો ભાજપના મોટા નેતાઓ સાથે છે. જો કે આ ઘટના બાદ ભાજપ તેને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું છે.
શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ સાંસદ મહેશ શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વાસ અપાવ્યો હતો અને આપણી માતૃશક્તિ વિશ્વાસ કરી શકે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને પ્રશાસન સાથે ઉભા હોય છે. મહેશ શર્માએ જણાવ્યું કે તેમણે ADG લો એન્ડ ઓર્ડર સાથે એક કલાક પહેલા જ વાત કરી હતી. 
શ્રીકાંત ત્યાગીની ધરપકડમાં એસટીએફની 12 ટીમો અને અન્ય પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેની શોધ માટે યુપીથી ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે UP ADG (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ગુપ્તચર વિભાગની ટીમો પાસેથી સહકાર મેળવવાની વાત પણ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.