Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના વાવાઝોડામાં અડિખમ રહ્યા અર્જુન મોઢવાડીયા

ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમબાબુભાઇ બોખીરિયા વિજયની હેટ્રીક ફરી ચૂક્યા આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને માત્ર 5319 મત, 2769 નોટાને મળ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો જાહેર થઇ ગયા છે. રાજ્યમાં ભાજપનું વાવાઝોડું ફૂંકાયું છે. જો કે  પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તો પોરબંદરમà
ભાજપના વાવાઝોડામાં અડિખમ રહ્યા અર્જુન મોઢવાડીયા
  • ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમ
  • બાબુભાઇ બોખીરિયા વિજયની હેટ્રીક ફરી ચૂક્યા 
  • આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને માત્ર 5319 મત, 
  • 2769 નોટાને મળ્યા 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો જાહેર થઇ ગયા છે. રાજ્યમાં ભાજપનું વાવાઝોડું ફૂંકાયું છે. જો કે  પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તો પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયા (Arjun Modhwadia)એ તેમના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો છે. 
અર્જુન મોઢવાડિયા 8181 મતે જીત્યા
પોરબંદર બેઠકનો ચૂંટણી જંગ આ વખતે ખૂબજ ચર્ચામાં રહ્યો હતો. ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી મામલે લગભગ છેક સુધી જળવાઇ રહેલું રહસ્ય ખુલતા આખરે બાબુભાઇ બોખીરિયા પર જ ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો તો કોંગ્રેસે ફરી એકવાર અર્જુનભાઇ મોઢવાડિયા પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને આ વિશ્વાસને સાર્થક કરતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદર સીટ પર 8181 મતે વિજય હાંસલ કર્યો છે. 
બાબુ બોખીરિયા હેટ્રીક ચૂક્યા
પોરબંદરની બેઠક પણ કુતિયાણાની જેમ જ ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચાના સ્થાને રહે છે. પોરબંદર વિધાનસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ઉતરેલા બાબુભાઇ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડિયા આ પહેલા ૪ વખત એક-બીજા સામે ટકરાઇ ચૂક્યા હતા જેમાં ત્રણ વિજય સાથે બાબુભાઇનું પલડુ ભારે હતું. આ વખતે ફરી એકવાર ભાજપે અર્જુનભાઇ સામે બાબુભાઇને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ જીતની હેટ્રીક સર્જી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠકના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોઇ ઉમેદવાર સતત ત્રણ વખત વિજેતા થયો નથી, જેમાં હવે બાબુભાઇ બોખીરિયાનું નામ પણ ફરી એકવાર ઉમેરાયું છે. 
બંને ઉમેદવાર વચ્ચે રસાકસી
પોરબંદર સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે શરૂ થયેલી મત ગણતરીના પ્રારંભથી જ અર્જુનભાઇ અને બાબુભાઇ વચ્ચે રસાકસીની હરીફાઇ જામેલી જોવા મળી હતી. ક્યારેક અર્જુનભાઇનું તો ક્યારેક બાબુભાઇનું પલડુ જોવા મળી રહ્યું હતું. પરંતુ ૧૦માં રાઉન્ડ બાદ અર્જુનભાઇ મોઢવાડિયાએ પકડી લીધેલી સ્પીડને રોકવામાં બાબુભાઇ બોખીરિયા નિષ્ફળ રહ્યાં હતા અને ૧૯માં રાઉન્ડના અંતે તેમણે 8181 મતોથી પરાજય ખમવો પડ્યો હતો. પોરબંદર બેઠકની વાત કરીએ તો અહીં વિજેતા થયેલા અર્જુનભાઇ મોઢવાડિયાને 82056,બાબુભાઇ બોખીરિયાને 73875 તથા આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને 5319મત મળ્યા છે.  પોરબંદર બેઠક પર ગત ચૂંટણીમાં પણ 2769જેટલા નોટા નોંધાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.