ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કીમ પોલીસની પ્રસંસનીય કામગીરી,ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

સુરતના પાંડેસરાથી ગુમ થયેલો બાળક કીમ ખાતેથી મળી આવ્યો, પોલીસે પરિવાર સાથે તેનું પુનઃ મિલન કરાવ્યું હતું . સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલો ૧૧ વર્ષીય બાળક કીમ વિસ્તારમાં પહોચી ગયો હતો આ દરમ્યાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસને આ બાળક મળ્યો હતો અને પોલીસે બાળકને સહી સલામત રાખી તેનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું ૧૧ વર્ષીય બાળક ટ્રેન મારફતે કીમ પહોંચી ગયો મળતી માહિતી મુ
01:27 PM Feb 10, 2023 IST | Vipul Pandya
સુરતના પાંડેસરાથી ગુમ થયેલો બાળક કીમ ખાતેથી મળી આવ્યો, પોલીસે પરિવાર સાથે તેનું પુનઃ મિલન કરાવ્યું હતું . સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલો ૧૧ વર્ષીય બાળક કીમ વિસ્તારમાં પહોચી ગયો હતો આ દરમ્યાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસને આ બાળક મળ્યો હતો અને પોલીસે બાળકને સહી સલામત રાખી તેનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું 

૧૧ વર્ષીય બાળક ટ્રેન મારફતે કીમ પહોંચી ગયો 
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા સ્થિત દક્ષેશ્વર નગરમાં રહેતો ૧૧ વર્ષીય બાળક તેના કાકા સાથે રહતો હતો દરમ્યાન તે ઘરેથી ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમ્યાન ગુમ થયેલો બાળક ટ્રેન મારફતે કીમ પહોચી ગયો હતો. અહી કીમ પોલીસ સ્ટેશન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ બાળક મળી આવ્યો હતો 
બાળકની પૂછપરછ કરી કાકા અને પિતાનો મોબાઇલ નંબર મેળવ્યો 
પોલીસે બાળકનો કબજો લઇ તેની પૂછપરછ કરી હતી અને બાદમાં તેના કાકા તથા પિતાનો મોબાઈલ નબર મેળવ્યો હતો. બાળકના પિતા વતન હોય પોલીસે તેઓને કીમ ખાતે બોલાવ્યા હતા અને બાદમાં બાળકના પિતા કીમ ખાતે પહોચતા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું બાળક હેમખેમ મળી આવતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરિવારજનોએ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AppreciablefamilyGujaratFirstKeemPolicemissingchildreunitedWork
Next Article