સાવલી તાલુકાના પ્રાથમિક આશરે 500 જેટલા શિક્ષકોનું આવેદન, આ છે માંગણીઓ
સમગ્ર રાજ્યમાં હાલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણી મુદ્દે હડતાલ પર અને આંદોલન કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે વનકર્મીઓ, તલાટીઓ, પોલીસ વિભાગ, આંગણવાડી મહિલા વર્કરો, આશા વર્કરો, આરોગ્ય વિભાગ સહિતના વિભાગો પોતાની માંગણી મુદ્દે આંદોલનો કરી રહ્યા છે જેમાં કેટલાકની માંગણી રાજ્ય સરકાર દ્વારા સંતોષાય છે જ્યારે કેટલાકની બાકી છે તેવામાં પ્રાથમિક શિક્ષકોએ પણ à
Advertisement

સમગ્ર રાજ્યમાં હાલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણી મુદ્દે હડતાલ પર અને આંદોલન કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે વનકર્મીઓ, તલાટીઓ, પોલીસ વિભાગ, આંગણવાડી મહિલા વર્કરો, આશા વર્કરો, આરોગ્ય વિભાગ સહિતના વિભાગો પોતાની માંગણી મુદ્દે આંદોલનો કરી રહ્યા છે જેમાં કેટલાકની માંગણી રાજ્ય સરકાર દ્વારા સંતોષાય છે જ્યારે કેટલાકની બાકી છે તેવામાં પ્રાથમિક શિક્ષકોએ પણ પોતાની વર્ષો જૂની માંગણી મુદ્દે આંદોલન કરવાના મૂડમાં છે તેવામાં ગતરોજ તારીખ 16 9 22 ના રોજ રાજ્યના શિક્ષકોનો માસ CLનો કાર્યક્રમ હતો પરંતુ રાજ્ય સંઘના આદેશથી આ કાર્યક્રમ હાલ પૂરતો રાખવામાં આવ્યો છે.
પ્રાથમિક શિક્ષકોની માંગણી અનુસાર 2005 પછીના શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનામાં ગણવા માટેની મુખ્ય માંગ છે સાથે સાથે તમામ ખાતાકીય પરીક્ષા માટે તમામ શિક્ષકો અને એચ ટાટ પણ પરીક્ષા આપી શકે તેવો ઠરાવ કરવાની બાબત તેમજ સળંગ નોકરી મુજબ તમામ શિક્ષકો અને HTAT સહિત તમામને દાખલ તારીખથી સળંગ નોકરી ગણી ઉચ્ચતર પગારનો લાભ આપવાની માંગણી HTATને મૂળ જીઆર મુજબ 4400નો દાખલ તારીખથી આપવા માટે તાલુકા અને જિલ્લા ફેરનો કેમ્પ કરાવવા બાબત એક થી આઠ ધોરણની શાળામાં એચ ટાટની ભરતી કરવા તેમજ વટઘટ દૂર કરવાની માંગ સાથે સાવલી તાલુકાના આશરે 500 જેટલા શિક્ષક શિક્ષિકાઓએ રાજ્ય સરકારના નિર્ણયથી નારાજ થઈને અને પોતાની માંગણી સ્વીકારવાની લાગણી સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેશભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોને પોતાની માંગણીયો ન સંતોષાય ત્યાં સુધી જલદ કાર્યક્રમ અને આંદોલન કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે.