Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત ખેલ જગતમાં બહુ મોટી તાકાત, કોઇ તેની અવગણના ન કરી શકે , રમીઝ રાજાના વલણ પર અનુરાગ ઠાકુરનો જવાબ

જો ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્ષ 2023માં વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત નહીં આવે તેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાના નિવેદનથી વિવાદ છંછેડાયો છે. મહત્વપૂર્ણ છે કે 2023નો વર્લ્ડકપ ભારતમાં રમાવાનો છે રમીઝ રાજાના આ નિવેદન પર બોલતા ભારતના કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોઇપણ દેશ ભારતની અવગણના ન કરી શà
12:38 PM Nov 26, 2022 IST | Vipul Pandya
જો ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્ષ 2023માં વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત નહીં આવે તેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાના નિવેદનથી વિવાદ છંછેડાયો છે. મહત્વપૂર્ણ છે કે 2023નો વર્લ્ડકપ ભારતમાં રમાવાનો છે રમીઝ રાજાના આ નિવેદન પર બોલતા ભારતના કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોઇપણ દેશ ભારતની અવગણના ન કરી શકે 
 
એશિયા કપ પાકિસ્તાનમાં રમાનાર છે 
તેમણે કહ્યું કે ભારત ખેલ જગતમાં બહુ મોટી તાકાત છે, માટે કોઇ ભારતની અવગણના ન કરી શકે..મહત્વપૂર્ણ છે કે બીસીસીઆઇની વાર્ષિક જનરલ મીટિંગમાં બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ આવનારા એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય..મહત્વપૂર્ણ છે કે આવતા વર્ષે યોજાનારા એશિયા કપની મેજબાની પાકિસ્તાનના હાથમાં છે. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા આકળ વિકળ થયા છે.. હવે જોવાનું એ રહેશે કે બન્ને ટીમો એશિયા કપમાં શું નિર્ણય લે છે. 
12 વર્ષથી ભારત-પાક વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નહીં 
મહત્વપૂર્ણ છે કે બન્ને દેશો વચ્ચેના રાજનૈતિક તણાવને કારણે છેલ્લા 12 વર્ષથી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિ-પક્ષીય સિરિઝ નથી રમાઇ,અને છેલ્લા 14 વર્ષથી  ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ નથી ખેડ્યો. ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે 2008માં એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો.રમીઝ રાજાએ કહ્યું કે જો ભારતીય ટીમ એશિયા કપમા ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેમને અમારા વગરજ વર્લ્ડ કપ રમવો પડશે.અમે અમારુ આક્રમક વલણ યથાવત રાખીશું.
આ પણ વાંચો  -  FIFA વર્લ્ડ કપ 2022 દરમિયાન કતરમાં ઘટી મોટી દુર્ઘટના, ફેન વિલેજમાં લાગી આગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnuragThakurattitudeBCCIbigforceCricketGujaratFirstignoreIndiaPakistanRamizRajaresponseSportsworld
Next Article