દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર
આતંકવાદની યોજનાઓને નષ્ટ કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે. આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલઈ જાણ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પાત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામા
આતંકવાદની યોજનાઓને નષ્ટ કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે. આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલઈ જાણ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પાત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.
યુવાનોને હિંસાથી દૂર રાખવા પ્રયાસ
ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પાત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. એમ પત્રમાં જણાવાયું છે. યુવાનોને જણાવવામાં આવશે કે, કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે કઇ યોજનાઓ ચલાવવામાં આવી છે. આ સિવાય તેમને જણાવવામાં આવશે કે કેવી રીતે તેમની એક ભૂલ રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે. કેન્દ્રનું માનવું છે કે જો યુવાનો સાચા માર્ગ પર આવશે તો આતંકવાદ આપોઆપ ખતમ થઈ જશે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઓફિસો, જાહેર વિસ્તારોમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવશે. આ સિવાય ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ આતંકવાદ વિરોધી સંદેશાઓનો પ્રસાર કરી શકાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 21 મે શનિવારના કારણે કેન્દ્ર સરકારની ઓફિસોમાં રજા રહેશે. આવી સ્થિતિમાં 20 મેના રોજ શપથ લેવડાવવામાં આવી શકે છે. જો કે, રાજ્યની સરકારી કચેરીઓમાં અથવા જ્યાં શનિવારની રજા નથી, ત્યાં શપથ 21 મેના રોજ લેવામાં આવી શકે છે.
Advertisement