Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ, જેલ અધિક્ષક સાથે કરી રહ્યા છે આરામથી ગૂફ્તગૂ

દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધું એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો આ વર્ષે 12 સપ્ટેમ્બરનો  હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના બે વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં તેઓ જેલમાં મસાજ કરાવતા નજરે પડ્યા હતા. બીજા વિડિયોમાં તેઓ જેલનà«
06:28 AM Nov 26, 2022 IST | Vipul Pandya
દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધું એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો આ વર્ષે 12 સપ્ટેમ્બરનો  હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના બે વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં તેઓ જેલમાં મસાજ કરાવતા નજરે પડ્યા હતા. બીજા વિડિયોમાં તેઓ જેલની બહાર ખાવાનું ખાતા જોવા મળ્યા હતા.હવે ત્રીજો વીડિયો સામે આવ્યો છે..ત્રીજો વીડિયો બીજેપી નેતા હરીશ ખુરાનાએ ટ્વીટર પર મુક્યો છે. તેમણે લખ્યું છે કે  'લો પ્રમાણિક મંત્રી જૈનનો નવો વીડિયો. રાત્રે આઠ વાગ્યે જેલ મંત્રીની કોર્ટમાં જેલ અધિક્ષકની હાજરી.

શું કહ્યું આમ આદમી પાર્ટીએ ?
આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ એક જૂનો વીડિયો છે જેના પર કાર્યવાહી થઈ ચૂકી છે અને તત્કાલિન જેલ અધિક્ષક અજીત કુમાર સહિત સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, આ વીડિયો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લીક કરવામાં આવ્યો છે. જેણે સત્યેન્દ્ર જૈન સામે તેની તપાસના ભાગ રૂપે તેને મેળવ્યો હતો.

આજે કોર્ટમાં ચુકાદો 
બીજી તરફ ધાર્મિક આસ્થાના આધારે જેલમાં ભોજન આપવાની વિનંતી કરતી સત્યેન્દ્ર જૈનની અરજી પર દિલ્હીની કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલ શુક્રવારે આ મામલે આદેશ આપવાના હતા, પરંતુ તેમણે તેને 26 નવેમ્બર, શનિવાર સુધી મુલતવી રાખ્યો હતો. આવેદનમાં જેલ સત્તાધીશોને સત્યેન્દ્ર જૈનની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - દિલ્હીનું મોટાભાગનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારનું છે, AAP અસત્યમાંથી જ જન્મી છે: મનસુખભાઇ માંડવિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPBJPchattingjailsuperintendentGujaratFirstleaderMinisterSatyendarJainTiharJailViral
Next Article