Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વધુ એક વ્યાજખોર પોલીસના સકંજામાં , 4 લાખના ધિરાણ સામે 62 લાખ વસુલ્યા , છતા બીજા 55 લાખ માંગ્યા

અમદાવાદ શહેરમાં એક બાદ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ રહી છે...શહેરમાં આશરે 80થી વધુ અરજીઓ પોલીસને મળતા પોલીસે વીસેક ગુના નોંધ્યા છે....ત્યારે અમદાવાદમાં એક એવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ જેમાં વ્યાજખોરે ચાર લાખની સામે વ્યાજ સહિત એક કરોડ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપી....જો કોઇ વ્યાજ ન આપે તો આરોપી કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ પણ કરી દઇ રૂપિયા કઢાવતો....4 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતà
12:49 PM Jan 17, 2023 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં એક બાદ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ રહી છે...શહેરમાં આશરે 80થી વધુ અરજીઓ પોલીસને મળતા પોલીસે વીસેક ગુના નોંધ્યા છે....ત્યારે અમદાવાદમાં એક એવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ જેમાં વ્યાજખોરે ચાર લાખની સામે વ્યાજ સહિત એક કરોડ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપી....જો કોઇ વ્યાજ ન આપે તો આરોપી કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ પણ કરી દઇ રૂપિયા કઢાવતો....
4 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા 
વાત કરીએ છીએ અમદાવાદના મણીનગર પોલીસસ્ટેશનમાં નોંધાયેલી એક ફરીયાદની.એક વેપારી કે જેઓને થોડા વર્ષો પહેલા બિટકોઇનના મશીન ચાઇનાથી ઇમ્પોર્ટ કરી ભારત લાવવા હતા..પણ  ભારત સરકારે ચાઇનાથી આવતા આ મશીન પર પ્રતિબંધ લાદી દેતા વેપારી આર્થિક રીતે ફસાઇ ગયા..જેથી તેઓને પાંચેક લાખની જરૂર ઉભી થઇ હતી...વેપારી તેમના મિત્ર વર્તુળમાંથી રાહુલ ચૌહાણ નામના વ્યક્તિ પાસે પહોંચ્યા...જ્યાં તેની પાસે તેઓએ ચારેક લાખ રૂપિયા એક અઠવાડિયાના 10 ટકા વ્યાજે લીધા હતા...
4 લાખની સામે 62 લાખ રૂપિયા ચૂકવ્યા છતા બીજા પૈસાની ઉઘરાણી 
થોડા સમય સુધી તેઓએ ભરપુર વ્યાજ ચૂકવ્યુ પણ બાદમાં ફરી આર્થિક રીતે પડી ભાંગતા વેપારીએ મિત્રો પાસેથી ઉછીના લઇ લઇને આરોપી  વ્યાજખોર રાહુલ ચૌહાણને 62 લાખ રૂપિયા ચૂકવી દીધા....આરોપીએ હજુય નાણા ઉઘરાવવાનું અને ધમકીઓ આપવાનું શરૂ રાખી વેપારીના ચેક પણ લઇ લીધા અને બાદમાં વેપારી પાસે પૈસા કઢાવવા અને તેઓને ફસાવવા ચેક રિટર્નના કેસ કરી દીધા.....આમ ચાર લાખની સામે એક કરોડની ઉઘરાણી કરનાર આરોપી રાહુલ ચૌહાણે વેપારીની ખોટી સહીઓ કરી ગાડી પણ પચાવી પાડી.....
અન્ય એક  કિસ્સામાં 4 લાખ સામે 15 લાખ વસુલ્યા પછી પણ પૈસા બાકી 
ફરીયાદ અનુસાર  વેપારી પાસેથી આરોપી ચાર લાખની સામે 62 લાખ રૂપિયા લઇ ચૂક્યો છે...હજુય 55 લાખની માંગણી કરી અવાર નવાર ધમકીઓ આપતો હતો..તેવામાં જ વ્યાજખોરો સામે સરકારે ડ્રાઇવ કરી અને લોકદરબાર યોજાતા વધુ એક મિસ્ત્રી કામ કરતા વેપારી સામે આવ્યા...જેઓએ પણ વ્યાજખોર રાહુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવવા તૈયાર થઇ ગયા...મિસ્ત્રી કામ કરનાર હરીશભાઇએ આરોપી પાસેથી ત્રણ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા પણ આરોપી તેમની પાસેથી પણ 15 લાખ ઉઘરાવી ચૂક્યો હતો.....આરોપીએ આ વેપારીના ચેક પણ લઇ લીધા અને તેમની સામે ચેક રિટર્નનો કેસ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો...જો કે આ આરોપી રાહુલ સામે બે બે ફરિયાદ નોંધાતા પોલીસે એક ગુનામાં તેની ધરપકડ કરી અને બીજા ગુનામાં ધરપકડ કરવા તજવિજ શરૂ કરી છે...જો કે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરી આરટીઓની મદદથી એક વેપારીની ગાડી પરત અપાવવા મદદ શરૂ કરી છે....

રાહુલ ચૌહાણનો ભાઇ ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલો 
આરોપી રાહુલ ચૌહાણનો ભાઇ ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલો છે....તે અનેક લોકોને આ રીતે વ્યાજે નાણા આપી ત્રણથી પાંચ ગણી રકમ ઉઘરાવી ચૂક્યો છે...અને સાથે જ અનેક લોકોના ચેકો લઇ ચેક રિટર્નના કેસ કરી લોકોને ફસાવવામાં માહેર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે...તો આરોપી સામે અગાઉ પણ અન્ય પ્રકારના ગુના પોલીસ ચોપડે નોંધાયા હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ કાર્યવાહી શરૂ કરી કડક સજા થાય અને વેપારીઓને ન્યાય મળે તે દિશામાં કામગિરી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ  રાજ્યમાં 635 વ્યાજખોરો પકડાયા, 1026 ગુના દાખલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadchargeddemandedGujaratFirstpolicecustodyusurer
Next Article