Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇમરાન ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ, મહત્તમ મૃત્યુદંડ સુધીની થઇ શકે છે સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9 મેના રોજ થયેલી હિંસામાં 'ગુનાહિત ષડયંત્ર' રચવાનો આરોપ મુકાયો છે. તેની મહત્તમ સજા મૃત્યુદંડ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પંજાબ (પાકિસ્તાન)ના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું કે ઈમરાન ખાન પર લશ્કરી થાણાઓ પર...
ઇમરાન ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ  મહત્તમ મૃત્યુદંડ સુધીની થઇ શકે છે સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9 મેના રોજ થયેલી હિંસામાં 'ગુનાહિત ષડયંત્ર' રચવાનો આરોપ મુકાયો છે. તેની મહત્તમ સજા મૃત્યુદંડ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પંજાબ (પાકિસ્તાન)ના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું કે ઈમરાન ખાન પર લશ્કરી થાણાઓ પર હુમલાનું કાવતરું ઘડવાનો અને લોકોને બળવો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

Advertisement

ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર હિંસાના બનાવો સામે આવ્યા હતા 

Advertisement

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનની આ વર્ષે 9 મેના રોજ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાના ઘણા અહેવાલો આવ્યા હતા. હિંસા વચ્ચે રાવલપિંડીમાં સેનાના મુખ્યાલય તેમજ ડઝનબંધ સરકારી ઈમારતોને આગ ચાંપવામાં આવી હતી. ઈમરાન અને તેની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના ઘણા નેતાઓ અને કાર્યકરો પર લાહોરના કોર્પ્સ કમાન્ડર હાઉસ અને અસ્કરી ટાવર પર હુમલો કરવાનો આરોપ છે.

Advertisement

હુમલો કરવા સમર્થકોને ઉશ્કેરવા માટે "ગુનાહિત કાવતરું" નો આરોપ

લાહોર પોલીસના વરિષ્ઠ તપાસ અધિકારી અનુશ મસૂદે જણાવ્યું હતું કે ખાન અને અન્ય પીટીઆઈ નેતાઓ અને કાર્યકરો પર 9 મેના રોજ સૈન્ય અને રાજ્યની ઇમારતો પર હુમલો કરવા સમર્થકોને ઉશ્કેરવા માટે "ગુનાહિત કાવતરું" નો આરોપ મૂકવામાં આવ્યો છે. અનુશ મસૂદે કહ્યું, "કલમ 120-બી સિવાય, ઇમરાન ખાન અને અન્યો સામે રમખાણો ભડકાવવા, બળવો કરવા અને પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટેના પ્રયાસો સંબંધિત નવ અન્ય ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવશે."

જામીન મળ્યા બાદ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ સિફર કેસમાં ફરી ધરપકડ કરાઇ હતી 

ઈમરાન ખાન 5 ઓગસ્ટ, 2023થી પંજાબ પ્રાંતની એટોક જેલમાં બંધ છે. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. થોડા દિવસો પછી તેને આ કેસમાં જામીન મળી ગયા. ત્યારબાદ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ સિફર કેસમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. સિફર કેસમાં ધરપકડ બાદ ઈમરાને જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)નો સંપર્ક કર્યો છે.

સિફર કેસ શું છે?

આ કેસ એક રાજદ્વારી દસ્તાવેજ સાથે સંબંધિત છે જે કથિત રીતે ઈમરાન ખાન પાસેથી ગુમ થઈ ગયો હતો. પીટીઆઈ ચીફે આરોપ લગાવ્યો છે કે અમેરિકા તરફથી તેમને સત્તા પરથી હટાવવાની ધમકી આપવામાં આવી હતી..

Tags :
Advertisement

.