Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ, નેધરલેન્ડે દ.આફ્રિકાને હરાવ્યું, ટીમ ઈન્ડિયા પહોંચ્યું સેમીફાઈનલમાં

વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ ઓસ્ટ્રેલિયામાં થયો છે. નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 13 રને હરાવીને તેનું સેમીફાઇનલ (SemiFinal)માં પહોંચવાનું સપનું ચકનાચૂર કર્યું છે. આ જીત બાદ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા (Team India)ની એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan-Bangladesh)ની આશાઓ પણ બંધાઈ ગઈ છે.દ.આફ્રિકાની હાર સાથે જ ટીમ ઈન્ડિયા પહોંચ્યું સેમીફાઈનલમાંવર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ થયો à
t20 વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ  નેધરલેન્ડે દ આફ્રિકાને હરાવ્યું  ટીમ ઈન્ડિયા પહોંચ્યું સેમીફાઈનલમાં
વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ ઓસ્ટ્રેલિયામાં થયો છે. નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 13 રને હરાવીને તેનું સેમીફાઇનલ (SemiFinal)માં પહોંચવાનું સપનું ચકનાચૂર કર્યું છે. આ જીત બાદ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા (Team India)ની એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan-Bangladesh)ની આશાઓ પણ બંધાઈ ગઈ છે.
દ.આફ્રિકાની હાર સાથે જ ટીમ ઈન્ડિયા પહોંચ્યું સેમીફાઈનલમાં
વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ થયો છે. નેધરલેન્ડે એક મહત્વપૂર્ણ મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ને હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે. નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું. આ મેચમાં હાર સાથે જ દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. એટલું જ નહીં ભારત સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગયું છે. આ મેચના પરિણામથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. આ મેચ હવે ક્વાર્ટર ફાઈનલમાં ફેરવાઈ ગઈ છે. બંને ટીમો હવે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચે તેવી શક્યતા છે.
Advertisement

દક્ષિણ  આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ
નેધરલેન્ડે ગ્રુપ 1 ની તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવીને મેચ જીતી લીધી છે. જે આફ્રિકા સામે ટીમની પ્રથમ જીત છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે. ટીમ 6 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે હજુ તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે, જે આજે રમાશે.
કોલિન એકરમેને કરી શાનદાર બેટિંગ
નેધરલેન્ડ તરફથી, કોલિન એકરમેને શાનદાર બેટિંગ કરી હતી અને તાબડતોડ 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 41 રન બનાવ્યા હતા. તમામ બોલરોએ ન માત્ર ઇકોનોમિક બોલિંગ કરી પરંતુ વિકેટ પણ લીધી. ફ્રેડ ક્લાસને 4 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 2 વિકેટ લીધી. વળી, બ્રેન્ડન ગ્લોવરે માત્ર 2 ઓવર ફેંકી અને 9 રનમાં 3 વિકેટ લીધી. બાસ ડી લીડે 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. વળી, પોલ વાન મીકર્ને 3 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી. 

નેધરલેન્ડના બોલરોએ સમયાંતરે લીધી વિકેટ
159 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હોતી. બંને ઓપનર 39 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. મહત્વની વાત એ છે કે દક્ષિણ આફ્રિકાના તમામ બેટ્સમેનોને સારી શરૂઆત મળી હતી પરંતુ શરૂઆત બાદ પણ એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. બીજા છેડે, નેધરલેન્ડે સારી બોલિંગ કરતા સમયાંતરે વિકેટ લેવાનું ચાલું રાખ્યું હતું. 
બાંગ્લાદેશ-પાકિસ્તાન માટે 50-50 તક
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહી છે. બંને ટીમો પાસે સેમીફાઇનલમાં પહોંચવાની તક છે. અગાઉ જે રીતે પાકિસ્તાનની ટીમને ભારત અને ઝિમ્બાબ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો તે જોતાં એવું માનવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન હવે વર્લ્ડ કપની સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. પરંતુ પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવીને તેની આશા જીવંત રાખી હતી. જોકે, આજની મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની મેચ છે. વળી, બાંગ્લાદેશ માટે સેમીફાઇનલના દરવાજા પણ ખુલી ગયા છે અને તેમની પાસે હવે બેકડોર એન્ટ્રીની તક છે.
Advertisement

સેમીફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ભારત
ICC T20 વર્લ્ડ કપ 2022મા ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બાદ ભારતે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત ગ્રુપ 2માંથી સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. જ્યારે ટૂર્નામેન્ટમાં ત્રીજી ટીમ છે કે જે સેમીફાઈનલમાં પહોંચી છે. એડિલેડ ઓવલ મેદાન પર નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું અને આ મેચનું પરિણામ આવતાની સાથે જ ભારતની સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. વળી, આ મેદાન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. અહીં જે પણ ટીમ જીતશે તે સેમીફાઇનલમાં જશે. ભારત નંબર વન કે બે નંબર પર રહીને સેમીફાઈનલ રમશે તે ઝિમ્બાબ્વે સામેની મેચ બાદ જ નક્કી થશે.
Tags :
Advertisement

.