Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસની વધુ એક સફળતા, અઢી માસે ગુનેગારો આવ્યા પોલીસના સકંજામાં

પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે અઢી માસ પહેલા થયેલી મંદિર તથા એક મકાનમાં ચોરી અને બે ઘરના તાળા તોડી થયેલા ચોરીના પ્રયાસની ઘટનાનો ભેદ પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી આ બારામાં હાલ રાણાવાવ ખાતે એક વાડીમાં મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી લઇને તેમની પાસેથી ચોરી કરાયેલો ૪પ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂ.1.50 લાખની કિંમતના દાગીનાની ચોરà«
પોલીસની વધુ એક સફળતા  અઢી માસે ગુનેગારો આવ્યા પોલીસના સકંજામાં
પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે અઢી માસ પહેલા થયેલી મંદિર તથા એક મકાનમાં ચોરી અને બે ઘરના તાળા તોડી થયેલા ચોરીના પ્રયાસની ઘટનાનો ભેદ પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી આ બારામાં હાલ રાણાવાવ ખાતે એક વાડીમાં મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી લઇને તેમની પાસેથી ચોરી કરાયેલો ૪પ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
રૂ.1.50 લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ હતી
ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ટી-પોઇન્ટ કોર્નર પર મીરાજભાઇ રમેશભાઇ ચમની વાડી પાસે આવેલા કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોનાનો મુગટ, ગળાનો હાર, નાકની નથળી, બન્ને હાથની બે બંગડી મળી 6 તોલા વજનના રૂ.1.50 લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ હતી. આ અંગે રાણાવાવ સહિત સમગ્ર જિલ્લાની પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ સફળતા મળી ન હતી. 
ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા.
ઉપરાંત ગત તા.21.10.22ના રોજ સતત બીજા દિવસે રાણાવાવની ગોલ્ડન સોસાયટીમાં એક સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા. જેમાં દાસાભાઇ ઘુઘાભાઇ ચાવડાના મકાનમાં ઘુસેલા તસ્કરો આશરે 45  હજારની કિંમતના સોનાના દાગીના તથા ૩૦ હજારના મોટરસાયકલની ચોરી, ઉપરાંત બાજુમાં આવેલા દિનેશભાઇ શિયાણા અને ભુરાભાઇ ટુકડિયાના બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાની કોશીષ થઇ હતી. આ અંગે દાસાભાઇની ફરિયાદના આધારે જે તે સમયે રાણાવાવ પોલીસે ગુનો નોંધ્યો હતો. 
પોલીસે  બે આરોપીની  કરી ધરપકડ
પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. સૈનીની સૂચનાથી પોરબંદર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ આ ઘટનાઓનો ભેદ ઉકેલવા ગુપ્ત રાહે કામગીરી કરી રહ્યો હતો. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. શ્રીમાળી તથા સ્ટાફે ગઇ કાલે રાત્રીના રાણાવાવના વાડી વિસ્તારમાં આવેલી રાણાભાઇ મેરની વાડીએ મજૂરીકામ કરતા બુટસગ ભાવસગ બધેલ (ઉ.ર૧, રહે. મોટી કદવાલ, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) તથા કરણ ઉર્ફે રણસગ કમરૂ બધેલ (ઉ.૧૯, રહે. ગુરાડિયા, તા. કુકસી, મધ્યપ્રદેશ)ને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.35  હજારનો ચોરીમાં ગયેલો સોનાનો ચેન, રૂા.4500ની સોનાની નથળી તથા એક મોબાઇલ કબ્જે કર્યો હતો. 
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. શ્રીમાળી, એ.એસ.આઇ. બટુકભાઇ વઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણિયા, હરેશભાઇ આહિર, ઉપેન્દ્રસહ જાડેજા, ઉદયભાઇ વરૂ, ગોવદભાઇ મકવાણા, રણજીતસિહ દયાતર, કુલદિપસહ જાડેજા, દિલીપભાઇ મોઢવાડિયા, નાથીબેન કુછડિયા, ગોવિંદ ભાઇ માળિયા અને રોહિતભાઇ વસાવા રોકાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.