Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી માટે રાહતના વધુ એક સમાચાર, ચારેતરફથી મળી રહ્યું છે સમર્થન, જાણો કોણે શું કહ્યું

હિન્ડનબર્ગ રિપોર્ટે (Hindenburg Report) ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) દ્વારા અદાણી જૂથ (Adani Group) સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે એવામાં અદાણી (Adani) માટે રાહતના વધુ એક સમાચાર આવ્યા છે. અદાણીને ચારેતરફથી સમર્થન મળી રહ્યું છે ત્યારે જુદાં-જુદાં ક્ષેત્રના લોકોએ અદાણી અંગે શું વાત કરી તે જણાવીએ...RSSએ ગ
અદાણી માટે રાહતના વધુ એક સમાચાર  ચારેતરફથી મળી રહ્યું છે સમર્થન  જાણો કોણે શું કહ્યું
હિન્ડનબર્ગ રિપોર્ટે (Hindenburg Report) ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) દ્વારા અદાણી જૂથ (Adani Group) સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે એવામાં અદાણી (Adani) માટે રાહતના વધુ એક સમાચાર આવ્યા છે. અદાણીને ચારેતરફથી સમર્થન મળી રહ્યું છે ત્યારે જુદાં-જુદાં ક્ષેત્રના લોકોએ અદાણી અંગે શું વાત કરી તે જણાવીએ...
  • RSSએ ગણાવ્યું અદાણી ગ્રુપને બદનામ કરવાનું ષડયંત્ર 
  • SEBI અને નિર્મલા સિતારમણે દેશને ભરોસો આપ્યો 
  • સુબ્રમણિયમ સ્વામીએ ટ્વીટ કરી ચીનનું ષડયંત્ર કહ્યું
બેંક ઓફ બરોડાનું સમર્થન
બેંક ઓફ બરોડાના (BOB) MD અને CEO સંજીવ ચઢ્ઢાએ શુક્રવારે જણાવ્યું હતું કે, જો અદાણી ગ્રુપ એકાઉન્ટ ધિરાણકર્તાના અંડરરાઈટિંગ માપદંડોને પૂર્ણ કરશે તો બેંક અદાણી જૂથને ધિરાણ આપવાનું શરૂ રાખશે. અમારા માટે, કોઈપણ ધિરાણનો નિર્ણય, ફરીથી, જોખમનું મૂલ્યાંકન અને તે ચોક્કસ એક્સપોઝર પરના વળતર પર આધારિત છે. મને નથી લાગતું કે અમે તેને બિલકુલ બદલીશું. અમારા માટે ઉધાર આપવાનો કોઈ પણ નિર્ણય ફરીથી જોખમોનું આકલન અને તેના વિશેષ જોખમો પર રિટર્ન પર આધારિત છે. મને નથી લાગતું કે અમે તેને બદલી દઈશું. જે કોઈ પણ અમારા રિસ્ક રેટિંગના માપદંડોને પૂર્ણ કરે છે તે અમારા માટે એક ઋણ યોગ્ય પ્રસ્તાવ છે.
RBIનું નિવેદન
RBIએ એક નિવેદનમાં શુક્રવાર કહ્યું કે, ભારતનું બેંકિંગ ક્ષેત્ર સ્થિતિસ્થાપક અને સ્થિર છે. અદાણી ગૃપ માટે પીએસયુ બેંકોના જોખમ પર ઉભા થઈ રહેલા સવાલોને પૂર્ણવિરામ આપે છે. એવા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે. જેમાં ભારતીય બેંકોના વ્યાપારિક સમૂહના જોખમો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નિયમનકાર અને સુપરવાઇઝર તરીકે RBI નાણાંકિય સ્થિરતા જાળવી રાખવાની દ્રષ્ટિએ બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકો પર સતત નજર રાખે છે. RBIએ મોટા ક્રેડિટ (CRILC) ડેટાબેઝ સિસ્ટમ પર માહિતીઓ છે જ્યાં બેંક 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારેના જોખમોનું રિપોર્ટ કરે છે જેનો ઉપયોગ દેખરેખના ઉદ્દેશ્યો માટે કરવામાં આવે છે.
આનંદ મહિન્દ્રા
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “ગ્લોબલ મીડિયા અનુમાન લગાવી રહ્યું છે કે શું વ્યાપાર ક્ષેત્રે વર્તમાન પડકારો વૈશ્વિક આર્થિક શક્તિ બનવાની ભારતની મહત્વાકાંક્ષાઓ પર પાણી ફેરવી દેશે. ધરતીકંપ, દુષ્કાળ, મંદી, યુદ્ધો, આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે હું ઘણો સમય જીવતો રહ્યો છું. હું માત્ર એટલું જ કહીશ કે ક્યારેય પણ ભારત વિરૂદ્ધ દાવ ન લગાવો.
હરિશ સાલ્વે
હિંડનબર્ગ રિપોર્ટ પર પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વેએ કહ્યું કે, કોઈ પણ ખુશ નથી કે, ભારતીય વેપારી વૈશ્વિક સ્તરે પોતાની ઉપસ્થિતિ નોંધાવી રહ્યાં છે. અગ્રણી મીડિયા ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અદાણી જૂથ વિરૂદ્ધ આરોપ ભારત અને ભારતીયો પર સામુહિક હુમલો છે. તમારી પાસે અનુમાનિત રેવન્યૂ છે કારણ કે તમારી પાસે એક નિયામક છે જે તમારા દર નક્કી કરે છે. તમે ખુબ પૈસા નથી બનાવી શકતા પણ ઓછામાં ઓછું તમારી પાસે લગભગ ખાત્રીપૂર્વકની રેવન્યૂ છે કારણ કે આજે પણ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ એકાધિકાર યોજનાની જેમ છે. અન્ય રોકાણ સિમેન્ટ ઉત્પાદન જેવી સંપત્તિમાં છે. અદામી સમુહની કંપનીઓના રેકોર્ડ જાહેર ડોમેનમાં છે અને કોઈ પણ માટે તે કહેવું કે તેમની આ ગૃપ્ત શોધખોળ છે તે બધુ બકવાસ છે.
ગોલ્ડમેન શાસે
ગોલ્ડમેન શાસના વેપારીઓએ અદાણી પોર્ટ્સનું સમર્થન કર્યું અને કહ્યું કે, કંપનીનું દેવું હાથમાં રોકડની સાથે સારી રીતે મુડીકૃત હતું જ્યારે વેપાર માટે પુરતી તરલતા હતી. તેમણે તે પણ આશા વ્યક્ત કરી કે કંપની ઈક્વિટી રોકાણને આકર્ષિત કરવા અને સંપત્તિ વેચવાની સંભાવના રાખતા પોતાના બોન્ડને રિફાઇનાન્સ કરવામાં સક્ષમ હશે. કૉલ પહેલાં તેમણે ગુરુવારે લગભગ 170 મિલિયન ડોલરના મૂલ્યના અદાણી બોન્ડ્સનું ટ્રેડિંગ કર્યું હતું, જેનાથી વૈશ્વિક ફંડ્સનો રસ વધ્યો અને એશિયાની બહારના રોકાણકારોને શરૂઆતના તબક્કાથી જ દેવું દૂર કરવાનો પ્રયાસ કર્યો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.