Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વધુ એક મેચ વરસાદની ભેટ ચઢી, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ રદ્દ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન (IRE vs AFG) વચ્ચે આજે એટલે કે 28 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાનારી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચમાં વરસાદે એન્ટ્રી કરી છે. અવિરત વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. મેચ રદ્દ થતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ સમાન રીતે વહેંચવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સુપર-12મા બંને ટીમોની આ ત્રીજી મેચ છે.આયર્લેન્ડની ટીમ બીજા નંબરે પહોંચીઆયર્લેન્ડ અન
07:50 AM Oct 28, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન (IRE vs AFG) વચ્ચે આજે એટલે કે 28 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાનારી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચમાં વરસાદે એન્ટ્રી કરી છે. અવિરત વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. મેચ રદ્દ થતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ સમાન રીતે વહેંચવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સુપર-12મા બંને ટીમોની આ ત્રીજી મેચ છે.
આયર્લેન્ડની ટીમ બીજા નંબરે પહોંચી
આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન (IRE vs AFG) વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. મેલબોર્નમાં ભારે વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ વહેંચવામાં આવ્યા છે. પરંતુ આનાથી ગ્રુપ 1 અને અન્ય ટીમોના સમીકરણ પર ઊંડી અસર પડી શકે છે. મેલબોર્નમાં સતત વરસાદને કારણે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. લાંબી રાહ જોયા પછી, મેદાન પરના અમ્પાયરોએ 11:05 IST પર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો. મેચ ધોવાઈ જવાથી આયર્લેન્ડને ફાયદો થયો છે. આયર્લેન્ડના 3 મેચમાં 3 પોઈન્ટ છે. તે ટીમ હવે સુપર-12 ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગઇ છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી અફઘાનિસ્તાન એક મેચ હારી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની એક મેચ રદ કરવામાં આવી છે. બીજી તરફ આયર્લેન્ડે અત્યાર સુધી એક મેચ જીતી છે અને એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ દરમિયાન મોટાભાગની મેચોમાં વરસાદ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.

બંને ટીમો ટોસ પણ ન કરી શકી
મળતી માહિતી મુજબ મેલબોર્નમાં હવામાન સાફ નથી થઈ રહ્યું. અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે બંને ટીમ મેચમાં ટોસ પણ કરી શકી ન હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ઉપરાંત બોલરોના રન-અપ પણ ઢાંકી દેવામાં આવ્યા હતા. ડ્રેસિંગ રૂમમાં ટીમો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહી હતી જેથી વરસાદ બંધ થાય ત્યારે રમત શરૂ કરવામાં આવે. મેચ સવારે 9.30 વાગ્યે શરૂ થવાની હતી.
આ બંને ટીમોની સફર રહી છે
આ વર્લ્ડ કપ દરમિયાન ઘણી ટીમોએ જબરદસ્ત ઉથલપાથલ કરી છે. છેલ્લી મેચમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. આયર્લેન્ડની ટીમનો કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્ની શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામે મહત્વની ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં આયર્લેન્ડની ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરવાની હતી. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી, આવી સ્થિતિમાં જીત સાથે તે પોતાનું ખાતું ખોલવા મેદાને ઉતરવાની હતી. પરંતુ આ પહેલા વરસાદના કારણે મેચને રદ્દ કરવી પડી છે.
સેમિફાઇનલનો રસ્તો કપરો હશે
એવું માનવામાં આવે છે કે, આ વર્લ્ડ કપમાં ઘણી નાની ટીમોએ મોટી ટીમોને હરાવીને મોટો ફેરફાર કર્યો છે. આવી સ્થિતિમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર રમત દેખાડનાર આ ટીમોમાં મોટો ફેરફાર કરવાની શક્તિ છે. આવી સ્થિતિમાં, આ ટીમોની જીત મોટી ટીમો માટે સેમિફાઇનલની રેસમાં પહોંચવામાં મુશ્કેલ બની શકે છે.

જાણો બંને ટીમના પોઈન્ટ
મળતી માહિતી મુજબ બંને ટીમોને એક-એક પોઈન્ટ સમાન રીતે વહેંચવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં એક મેચ હારી ગયું છે જ્યારે તેની બે મેચ રદ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના ત્રણ મેચમાં બે પોઈન્ટ છે. જેમાં આયર્લેન્ડે એક મેચ જીતી અને એક મેચ હારી છે. આયર્લેન્ડના ત્રણ મેચમાં ત્રણ પોઈન્ટ છે.
આ પણ વાંચો - ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની હાર બાદ ઘૂંટણીયે બેસીને રડતો રહ્યો શાદાબ ખાન, જુઓ Video
Tags :
AFGvsIRECricketGujaratFirstSportst20worldcupt20worldcup2022
Next Article