Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કંગાળ પાકિસ્તાની જનતા પર સરકારની વધુ એક માર, IMF ને ખુશ કરવા કર્યો આ નિર્ણય

એક એવો દેશ કે જે અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું  છે, જેને લૂંટવામાં રાજનેતાઓએ કોઇ કસર બાકી નથી રાખી તેવા પાકિસ્તાનમાં એકવાર ફરી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. જેનું કારણ પેટ્રોલમાં સરકાર દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો છે. અહીં જનતા માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની છે. એક તરફ ખાવાની ચીજ-વસ્તુઓ મોંઘી થવાથી જનતા પહેલા જ દુઃખી હતી, ત્યારે હવે પેટ્રોલના ભાવમàª
05:15 AM Feb 16, 2023 IST | Vipul Pandya
એક એવો દેશ કે જે અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું  છે, જેને લૂંટવામાં રાજનેતાઓએ કોઇ કસર બાકી નથી રાખી તેવા પાકિસ્તાનમાં એકવાર ફરી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. જેનું કારણ પેટ્રોલમાં સરકાર દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો છે. અહીં જનતા માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની છે. એક તરફ ખાવાની ચીજ-વસ્તુઓ મોંઘી થવાથી જનતા પહેલા જ દુઃખી હતી, ત્યારે હવે પેટ્રોલના ભાવમાં વધારો કરી સરકારે જનતાની પૂરી રીતે કમર તોડવાની વ્યવસ્થા કરી લીધી છે. 
પેટ્રોલના ભાવમાં 22 રૂપિયાથી વધુનો વધારો
પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓની અછતનું સંકટ પહેલાથી જ ઘેરી બન્યું છે. ત્યારે IMFના ફટકા બાદ પાકિસ્તાની સરકાર જનતા પાસેથી પૈસા વસૂલવાની યોજના બનાવી રહી હતી. આ પહેલા સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ સૂચવી રહ્યું હતું કે, 16 ફેબ્રુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 32 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થવાની સંભાવના છે. 32 રૂપિયા તો નહીં પણ શાહબાઝ શરીફની સરકારે દેશમાં પેટ્રોલના ભાવમાં 22 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં જંગી વધારાની જાહેરાત કરતાની સાથે જ દેશના પેટ્રોલ પંપો પર લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો ભાવ વધે તે પહેલા વધુને વધુ તેલ ખરીદવા માંગતા હતા. આટલું જ નહીં, શહેબાઝ શરીફની સરકારે IMFને ખુશ કરવા માટે એક મિની બજેટ પણ રજૂ કર્યું છે, જેથી તેને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી $1.1 બિલિયનની લોન મળી શકે.

IMF પાસેથી સસ્તી લોન લેવા માટે જનતા પર બોજ વધાર્યો
પાકિસ્તાન આ દિવસોમાં મુશ્કેલ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. મોંઘવારી અને બેરોજગારી ટોચ પર છે. અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. આ તમામ બાબતોને જાણ્યા બાદ પણ શાહબાઝ સરકારે IMF પાસેથી સસ્તી લોન લેવા માટે જનતા પર બોજ વધાર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત હવે 272 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સિવાય અહીં ડીઝલની કિંમત પણ 280 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની આ વધેલી કિંમતો પહેલાથી જ પરેશાન પાકિસ્તાનની જનતાની મુશ્કેલીઓમાં વધારો કરશે.
પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર
પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં જંગી વધારાની જાહેરાત કરતાની સાથે જ દેશના પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો ભાવ વધે તે પહેલા વધુને વધુ તેલ ખરીદવા માંગતા હતા. આટલું જ નહીં, શાહબાઝ શરીફની સરકારે IMFને ખુશ કરવા માટે એક મિની બજેટ પણ રજૂ કર્યું છે, જેથી તેને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી $1.1 બિલિયનની લોન મળી શકે.
કેરોસીનના ભાવમાં પણ વધારો
જિયો ન્યૂઝના અહેવાલમાં જણાવાયા મુજબ, પેટ્રોલ ઉપરાંત, પાકિસ્તાનમાં હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં રૂપિયા 17.20 નો વધારો થયા બાદ 280 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ ગયો છે. 12.90 રૂપિયાના વધારા બાદ હવે કેરોસીન તેલ 202.73 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. જ્યારે લાઇટ ડીઝલ તેલ 9.68 રૂપિયાના વધારા બાદ 196.68 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. નવી કિંમતો રાત્રે 12 વાગ્યા પછી લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો - પાકિસ્તાન-IMF રાહત પેકેજ પર સહમત નથી, વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત ચાલુ રહેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstPakistanpakistannewspetrolpetroldieselpricepetrolnewpricepetrolpricepetrolpricehikepetrolpricehikeinpakistanpetrolpriceincreasepetrolpriceincreasenewspetrolpriceinpakistanpetrolpriceinpakistantodaypetrolpricelatestnewspetrolpricenewspetrolpricepakistanpetrolpricespetrolpriceshikeinpakistanpetrolpricesincreasedpetrolpricetodaypetrolpriceupdatespetrolshortageinpakistan
Next Article