Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC પ્લેયર ઓફ ધ મંથની જાહેરાત, આ બે ખેલાડી બન્યા વિજેતા

પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ તાજેતરમાં તેના સૌથી સારા સમયથી પસાર થઈ રહ્યો છે. તેની રમતમાં દિવસેને દિવસે સુધાર જોવા મળી રહ્યો છે. તેના સતત સારા પ્રદર્શનના કારણે ICCએ તેને સન્માનિત કર્યો છે. ICCએ માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થના વિજેતા તરીકે બાબર આઝમના નામની જાહેરાત કરી હતી. બાબર આઝમની સાથે પેટ કમિન્સ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રેગ બ્રેથવેટ આ ખિતાબના દાવેદાર હતા. બાબર આઝમ બંનેને પાછà
icc પ્લેયર ઓફ ધ મંથની જાહેરાત  આ બે ખેલાડી બન્યા વિજેતા
Advertisement
પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ તાજેતરમાં તેના સૌથી સારા સમયથી પસાર થઈ રહ્યો છે. તેની રમતમાં દિવસેને દિવસે સુધાર જોવા મળી રહ્યો છે. તેના સતત સારા પ્રદર્શનના કારણે ICCએ તેને સન્માનિત કર્યો છે. 
ICCએ માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થના વિજેતા તરીકે બાબર આઝમના નામની જાહેરાત કરી હતી. બાબર આઝમની સાથે પેટ કમિન્સ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રેગ બ્રેથવેટ આ ખિતાબના દાવેદાર હતા. બાબર આઝમ બંનેને પાછળ છોડીને વિજેતા બન્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપનર રશેલ હેન્સે મહિલા ક્રિકેટમાં આ ખિતાબ જીત્યો છે. બાબર આઝમે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ઉસ્માન ખ્વાજા અને અબ્દુલ્લા શફીક સાથે ટેસ્ટ શ્રેણીમાં સંયુક્ત રીતે ત્રીજો સૌથી વધુ સ્કોરર હતો. તેણે પાંચ ઇનિંગ્સમાં 78ની એવરેજથી 390 રન બનાવ્યા. તેમાં કરાચીમાં બીજી ટેસ્ટ દરમિયાન 196 રનની મેચ સેવિંગ ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે. આઝમે માર્ચમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 390 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટમાં આઝમે બીજી ઈનિંગમાં રેકોર્ડબ્રેક 196 રન બનાવ્યા હતા. માર્ચમાં, બાબર આઝમે 2 વનડેમાં અનુક્રમે 57 અને 114 રન બનાવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયન ઓપનર રશેલ હેન્સે ICC પ્લેયર ઓફ ધ મન્થની રેસમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટન અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટને પછાડી દીધા છે. ICC મહિલા ODI વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની જીતમાં રશેલ હેન્સનો મહત્વનો ભાગ હતો. માર્ચમાં રમાયેલી આઠ મેચોમાં તેણે 61.28ની એવરેજથી 429 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેન્સે ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં 130 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી. વળી, સેમિફાઇનલમાં પણ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 85 રનની ઇનિંગ રમી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×