Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાપ પંચાયતોનું એલાન, અગ્નિવીરમાં અરજી કરનારાનો સામાજીક બહિષ્કાર કરાશે

હરિયાણામાં અગ્નિપથ યોજનાનો વિરોધ ખેડૂત આંદોલનના માર્ગે વધી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. હરિયાણાની કેટલીક ખાપ પંચાયતોના નેતાઓએ અપીલ કરી છે કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. એટલું જ નહીં, ખાપ નેતાઓએ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવા પણ જણાવ્યું છે. ખાપ પંચાયતોએ આ  યોજનાને સમર્થન આપતા કોર્પોરેટ ગૃહોનો વિરોધ કરવાની પણ અપી
12:32 PM Jun 23, 2022 IST | Vipul Pandya
હરિયાણામાં અગ્નિપથ યોજનાનો વિરોધ ખેડૂત આંદોલનના માર્ગે વધી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. હરિયાણાની કેટલીક ખાપ પંચાયતોના નેતાઓએ અપીલ કરી છે કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. એટલું જ નહીં, ખાપ નેતાઓએ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવા પણ જણાવ્યું છે. 
ખાપ પંચાયતોએ આ  યોજનાને સમર્થન આપતા કોર્પોરેટ ગૃહોનો વિરોધ કરવાની પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે   આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ આ યોજનાને સમર્થન આપ્યું છે અને અગ્નિવીર તરીકે નિવૃત્ત થઈ રહેલા યુવાનોને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.
અહેવાલો મુજબ બુધવારે હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા શહેરમાં ખાપ પંચાયતો અને કેટલાક અન્ય સમુદાયોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ પણ તેમાં ભાગ લીધો હતો. આ મીટીંગની અધ્યક્ષતા કરનાર ધનખર ખાપના નેતા ઓપી ધનખરે કહ્યું કે અમે એવા લોકોને અલગ કરવાનો પ્રયાસ કરીશું જેઓ આ યોજના હેઠળ નોકરી માટે અરજી કરશે. અમે આ યોજનાનો વિરોધ કરી રહ્યા છીએ, જે અગ્નિવીરના નામે યુવાનોને મજૂર બનાવવાનો પ્રયાસ છે.
શું આ યોજના હેઠળ અરજી કરનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે? આ સવાલ પર ધનખરે કહ્યું કે અમે બોયકોટ શબ્દનો ઉપયોગ કરવા માંગતા નથી, પરંતુ તેમની સાથે સામાજિક અંતર જાળવવામાં આવશે. વાસ્તવમાં સેનાએ અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન જુલાઈથી શરૂ થશે. યોજના મુજબ, અગ્નિવીર તરીકે ભરતી થયેલા લોકોનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે અને તે પછી 75 ટકાને રજા આપવામાં આવશે અને બાકીના 25 ટકાને નિયમિત સૈનિકો તરીકે ભરતી કરવામાં આવશે.
જોકે, નિવૃત્ત થનાર 75 ટકા સૈનિકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના આધારે તમામ સરકારી સેવાઓ અને અર્ધલશ્કરી દળોની ભરતીમાં તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારની આ જાહેરાતો છતાં યુપી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે.
Tags :
AgnivirGujaratFirstKhapPanchayatProtest
Next Article