Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરની બાળકી 3 મહિનાથી ગુમ,જાણો શું કર્યું પોલીસ વડાએ

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રાજપીપળા ચોકડી પાસેના સિલ્વર સીટી નામની બિલ્ડીંગમાં રહેતા એક પરિવારની ૯ વર્ષીય બાળકી ૩ મહિના થી ગુમ થઈ છે.ત્યારે બાળકીના પરિવારને હિમત આપવા માટે ભરૂચના નવનિયુક્ત એસપી ડૉ.લીના પાટીલે ગુમ થયેલી બાળકીના પરિવારની મુલાકત લઈ આશ્વાસન પાઠવવા સાથે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસની બાહેંધરી આપી હતી.અંકલેશ્વર જીઆઇડીસી રાજપીપળા ચોકડી નજીકના મીરાનગર
અંકલેશ્વરની બાળકી 3 મહિનાથી ગુમ જાણો શું કર્યું પોલીસ વડાએ
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રાજપીપળા ચોકડી પાસેના સિલ્વર સીટી નામની બિલ્ડીંગમાં રહેતા એક પરિવારની ૯ વર્ષીય બાળકી ૩ મહિના થી ગુમ થઈ છે.ત્યારે બાળકીના પરિવારને હિમત આપવા માટે ભરૂચના નવનિયુક્ત એસપી ડૉ.લીના પાટીલે ગુમ થયેલી બાળકીના પરિવારની મુલાકત લઈ આશ્વાસન પાઠવવા સાથે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસની બાહેંધરી આપી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી રાજપીપળા ચોકડી નજીકના મીરાનગર વિસ્તારના સિલ્વર સીટી બિલ્ડીંગમાં રહેતા પરિવારની ૯ વર્ષીય બાળકી મુસ્કાન ૩૦ જાન્યુઆરીના ૨૦૨૨ રોજ ગુમ થઈ છે,જેની શોધખોળ હજુ ચાલી રહી છે.જો કે બાળકીની હજું સુધી કોઇ માહિતી મળી શકી નથી. બીજી તરફ ભરૂચના નવનિયુકત એસપી ડૉ.લીના પાટીલ આ પરીવારની મુલાકાતે પહોંચ્યા હતા અને બાળકી કેવી રીતે ક્યાંથી ગુમ થઈ હતી અને કોઈ ની ઉપર શંકા છે કે કેમ તે સહીત વિવિધ મુદ્દાઓ ઉપર બાળકી ના પરિવાર સાથે પુછપરછ કરી હતી.જીલ્લા પોલીસ વડા ખુદ સામે ચાલીને બાળકીના પરિવારની વ્હારે આવતા બાળકીના પરિવારને પણ રાહત થઈ હતી.ત્યારે પ્રથમ એસપી એવા હશે જે ગુમ થયેલ બાળકીના પરિવારની મુલાકાતે પહોંચ્યા હશે. જીલ્લા પોલીસ વડાએ સામે ચાલીને બાળકીના પરિવારની મુલાકાત લેતાં પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું હતું અને પોલીસ તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો હતો. 
Advertisement
Tags :
Advertisement

.