Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આણંદની ગણેશ ચોકડી નજીક ફાટક પર રૂપિયા 143 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

ગણેશ ચોકડી રેલ ફાટક પર બનશે બ્રિજ આણંદ શહેરમાંથી પસાર થતી રેલવે લાઇન પર બોરસદ ચોકડીએ બની રહેલો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે છે. જયારે આગામી સમયમાં ગણેશ ચોકડી રેલ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અંદાજે ૧૪૩ કરોડના ખર્ચ અહીં ટુ લેયર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગુજરાત શહેરી વિકાસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સૈદ્વાંતિક મંજૂરી આપવàª
આણંદની ગણેશ ચોકડી નજીક ફાટક પર રૂપિયા 143 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

ગણેશ ચોકડી રેલ ફાટક પર બનશે બ્રિજ 
આણંદ શહેરમાંથી પસાર થતી રેલવે લાઇન પર બોરસદ ચોકડીએ બની રહેલો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે છે. જયારે આગામી સમયમાં ગણેશ ચોકડી રેલ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અંદાજે ૧૪૩ કરોડના ખર્ચ અહીં ટુ લેયર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગુજરાત શહેરી વિકાસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સૈદ્વાંતિક મંજૂરી આપવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગના સૂત્રોનુસાર વાસ્તવમાં આ બ્રિજ ખૂબ કોમ્પ્લીકેટેડ છે. જો કે આ અંગે નિયુકત કન્સલટન્ટ સાથે હાલ કોરસપોન્ડીંગ ચાલી રહ્યું છે. જેથી અંદાજે એક માસમાં કન્સલટન્ટ દ્વારા બ્રિજની લંબાઇ, બંને તરફેના રસ્તા સહિતની બાબતે ફાઇનલ લાઇન આપશે. ત્યારબાદ કામગીરીનો આરંભ કરાશે.
શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બનાવશે ઓવરબ્રિજ 
બોરસદ ચોકડી બ્રિજનું થોડા દિવસોમાં લોકાર્પણ કરાશે. ત્યારબાદ ગણેશ બ્રિજની કામગીરી આરંભાશે. શહેરની ભારે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે આ બ્રિજનું આયોજન ભવિષ્યમાં ઉપયોગી બની રહેશે. જો કે સૈદ્વાંતિક મંજૂરી મળવાથી હવે આ બ્રિજની કામગીરી કન્સલ્ટન્ટ દ્વારા એપ્રુવલ નકશા બાદ ઝડપથી શરુ કરાશે.
હાલ બોરસદ ચોકડી પાસેના બ્રિજની ૯પ ટકા કામગીરી પૂર્ણ 
આણંદની બોરસદ ચોકડી રેલ ફાટક પરના ઓવરબ્રિજની ૯પ ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઇ છે. આજે લોટેશ્વર મહાદેવ મંદિર આગળથી પસાર થતા સર્વિસ રોડને માટી પુરાણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ત્રણેક દિવસમાં પૂર્ણ થયા બાદ ડામર રોડ તૈયાર કરાશે. આ ઉપરાંત પુલની વચ્ચેના ડિવાઇડરમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. 
પૂર્ણ થવા જઇ રહેલા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે થઇ શકે છે લોકાર્પણ 
નોંધનીય છે કે, ઓવરબ્રિજની બાજુમાંથી પસાર કરાયેલી પાણીની પાઇપલાઇનના મુખ્ય વાલ્વને ગોઠવવા લોટેશ્વર ભાગોળ તરફેના પુલના છેડે ચેમ્બર બનાવવામાં આવી રહી છે. લગભગ અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના સાથે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સંભવિતપણે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.