Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા... મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વચ્ચે ફડણવીસનો જૂનો વિડીયો વાયરલ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ફડણવીસ એક શેર (શાયરી) બોલી રહ્યા છે, ‘मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौटकर वापस आऊंगा !’ એટલે કે મારું પાણી ઉતરતું જોઇને મારા કિનારે ઘર ના બનાવતા, હું સમુદ્ર છું, પાછો આવીશ! કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ àª
મેં સમંદર હું  લૌટકર વાપસ આઉંગા    મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વચ્ચે ફડણવીસનો જૂનો વિડીયો વાયરલ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ફડણવીસ એક શેર (શાયરી) બોલી રહ્યા છે, ‘मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौटकर वापस आऊंगा !’ એટલે કે મારું પાણી ઉતરતું જોઇને મારા કિનારે ઘર ના બનાવતા, હું સમુદ્ર છું, પાછો આવીશ! કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર બની ત્યારે ફડણવીસે વિધાનસભામાં આ શેર બોલ્યા હતા. હવે ફડણવીસના આ શેરને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સાથે જોડવામાં આવી રહ્યો છે.
Advertisement

2019માં શું થયું હતું?
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2019માં ભાજપ અને શિવસેના ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. આ ગઠબંધન ચૂંટણી પણ જીત્યું. જો કે પાછળથી ઉદ્ધવ ઠાકરેની રાજકીય મહત્વાકાંક્ષાઓ વધી અને તેમણે મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા. બીજી તરફ NCPમાં બળવો થયો અને NCP ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપમાં જોડાયા. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસને વહેલી સવારે ઉતાવળમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2019નો વીડિયો
જો કે પાછળથી શરદ પવારે ચોગઠા ગોઠવ્યા અને ભાજપની છાવણીમાં ગયેલા ધારાસભ્યોને પાછા લાવવામાં સફળ થયા. પરિણામ એ આવ્યું કે ફડણવીસે ફ્લોર ટેસ્ટ કરાવ્યા વિના જ રાજીનામું આપવું પડ્યું. બાદમાં જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ અઘાડી ગઠબંધન સરકારની રચના થઈ, ત્યારે ફડણવીસે ડિસેમ્બર 2019 માં ચેતવણીના સ્વર સાથે આ શેર વાંચ્યો હતો. હવે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. રાજકીય વર્તુળોમાં કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસે આપેલા સંકેત હવે વાસ્તવિકતા બની રહ્યા છે.
Tags :
Advertisement

.