Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરની તત્કાલ ચોકડી પર ટ્રક અને બાઇકના અકસ્માતમાં વૃદ્ધનું મોત, ઘટના કેમેરામાં કેદ

જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે મોટરસાયકલ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટે આવતા ટ્રકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં બાઈકચાલક પ્રોઢનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે કઇ રીતે બાઇક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થાય છે.બનાવની વિગત મુજબ રાજકોટથી જૂનાગઢ તરફ પુરપાટ ઝડપે જતા ટ્રક સાથે અકસ્માત સર્જાતા ધà«
જેતપુરની તત્કાલ ચોકડી પર ટ્રક અને બાઇકના અકસ્માતમાં વૃદ્ધનું મોત  ઘટના કેમેરામાં કેદ
જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે મોટરસાયકલ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટે આવતા ટ્રકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં બાઈકચાલક પ્રોઢનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે કઇ રીતે બાઇક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થાય છે.
બનાવની વિગત મુજબ રાજકોટથી જૂનાગઢ તરફ પુરપાટ ઝડપે જતા ટ્રક સાથે અકસ્માત સર્જાતા ધોરાજીના વેપારી નરેન્દ્રકુમાર શ્યામજીભાઈ દેત્રોજા (ઉ.મ.62) નું ઘટના સ્થળે જ મોત થયું હતું. મોટર સાયકલ પર સવાર વૃદ્ધ અકસ્માત બાદ ૫૦ ફૂટ જેટલા ઢસડાયા હતાં. જેમાં પ્રોઢ ટ્રકના જોટા નીચે આવી જતા પેટ નીચેના ભાગે અતિ ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.  
Advertisement

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતકની લાશને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસ મથકનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 
તત્કાલ ચોકડી બની મોતની ચોકડી
જેતપુરની તત્કાલ ચોકડી ધોરાજી, પોરબંદર અને જૂનાગઢને જોડતી ચોકડી છે. આ ચોકડી પરથી પસાર થતા વાહનોના વારંવાર અકસ્માત સર્જાયા છે. જેમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે. જેથી સ્તવરે આ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવમાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે નેશનલ હાઇવે ઓથોરિટીને લખ્યો પત્ર
તત્કાલ ચોકડી પાસે સર્જાતા અકસ્માતના ગંભીર પ્રશ્નને લઈને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે નેશનલ હાઇવે ઓથરિટીને પત્ર લખ્યો છે. જૂનાગઢથી રાજકોટ જતા વાહન ચાલકો સરળતાથી જઈ શકે છે, જ્યારે રાજકોટથી જુનાગઢ જતા વાહનો માટે અકસ્માતનું જોખમ વધે છે. ફ્લાઈ ઓવર બ્રિજ બનાવામાં આવ્યો નાં હોવાથી આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. જેથી તત્કાલ આ રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
Tags :
Advertisement

.