પાકિસ્તાનની મસ્જિદમાં થયો વિસ્ફોટ, 28 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઇન વિસ્તાર પાસે વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દીવાલ પણ પડી ગઈ હતી. લોકોનું કહેવું છે કે આ એક ફિદાયીન હુમલો હતો. હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. તેન
11:33 AM Jan 30, 2023 IST
|
Vipul Pandya
પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઇન વિસ્તાર પાસે વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દીવાલ પણ પડી ગઈ હતી. લોકોનું કહેવું છે કે આ એક ફિદાયીન હુમલો હતો. હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. તેની નજીક આર્મી યુનિટની ઓફિસ પણ છે. સોશિયલ મીડિયા પર લોકો બ્લાસ્ટની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
28 લોકોના મોત અને 150 થી વધુ લોકો ઘાયલ
પાકિસ્તાની ડોન ન્યૂઝ ટીવી પર દેખાડવામાં આવેલા ફૂટેજ અનુસાર, પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારની એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. વળી, ટેલિવિઝન અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ લગભગ 1:40 વાગ્યે (સ્થાનિક સમય) પર થયો હતો, જ્યારે ઝુહરની નમાજ અદા કરવામાં આવી રહી હતી. ડોન ન્યૂઝ ટીવીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. વળી, જિયો ન્યૂઝે તેના અહેવાલમાં કહ્યું છે કે હાલમાં 28 લોકોના મોત અને 150 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે અને આ બોમ્બ બ્લાસ્ટ એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો.
બ્લાસ્ટ થયેલી જગ્યાએ VIP વિસ્તાર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના છે ઘર
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી બોમ્બર નમાજ કરતા દરમિયાન આગળની હરોળમાં હતો અને ત્યારે જ તેણે પોતાને ઉડાવી દીધો હતો. આ આત્મઘાતી હુમલામાં ડઝનેક જોહર નમાજ અદા કરતા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિયો ન્યૂઝ અનુસાર, અધિકારીઓએ 28 લોકોના મોતની પુષ્ટિ કરી છે. વળી, મોટાભાગના ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. બીજી તરફ, જ્યાં આ બ્લાસ્ટ થયો છે તે VIP વિસ્તાર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઘર છે. રિપોર્ટ અનુસાર, આ વિસ્તાર પોલીસ લાઇન વિસ્તારમાં બન્યો હતો, તેથી મસ્જિદમાં મોટાભાગના નમાજ પોલીસકર્મીઓ હતા. વળી, વિસ્ફોટ દરમિયાન, મસ્જિદમાં 260 થી વધુ લોકો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને વિસ્ફોટ પછી, મસ્જિદ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ નોંધાયા છે.
23 ડિસેમ્બરે ઈસ્લામાબાદમાં હુમલો થયો હતો
23 ડિસેમ્બરે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફિદાયીન હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. આ સાથે 10 લોકો ઘાયલ પણ થયા છે. આત્મઘાતી હુમલા બાદ અધિકારીઓએ કહ્યું હતું કે પોલીસની સતર્કતાને કારણે ઈસ્લામાબાદમાં મોટો હુમલો ટળી ગયો હતો. આ પહેલા માર્ચ 2022માં એક શિયા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ પણ થયા છે. શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.
આ પણ વાંચો - કાશ્મીરને ભુલી જાવ અને ભારત સાથે મિત્રતા કરો, આ મુસ્લીમ રાષ્ટ્રોએ પાકિસ્તાનને સંભળાવી દીધી ચોખ્ખી વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article