Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરીશ પુરીએ ૪૫૦ ફિલ્મોમાં એક સશક્ત અને સફળ ખલનાયક તરીકે અભૂતપૂર્વ છાપ મૂકી છે

ફિલ્મોના પડદા ઉપર નાયક અને નાયિકા ઉપરાંત ખલનાયકનું હોવું અનિવાર્ય બને છે. આપણી પ્રાચીન ભારતીય નાટ્ય પરંપરા હોય કે પછી પશ્ચીમના દેશોની પરંપરા હોય વાર્તામાં ખલનાયકનું હોવું વાર્તાને વેગ આપવામાં અને દર્શકોની રસઋચીને  જાળવી રાખવામાં મહત્વનું બને છે. હિન્દી ફિલ્મોમાં પણ સ્વાભાવિક રીતે એ પરંપરા જળવાઈ છે.બહુ દુર સુધીના જઈએ તો પણ પચાસના દશકથી આપણી હિન્દી ફિલ્મોમાં લગભગ ૭૦ના દાયકા
અમરીશ પુરીએ ૪૫૦ ફિલ્મોમાં એક સશક્ત અને સફળ ખલનાયક તરીકે અભૂતપૂર્વ છાપ મૂકી છે

ફિલ્મોના પડદા ઉપર નાયક અને નાયિકા ઉપરાંત ખલનાયકનું હોવું અનિવાર્ય બને છે. આપણી પ્રાચીન ભારતીય નાટ્ય પરંપરા હોય કે પછી પશ્ચીમના દેશોની પરંપરા હોય વાર્તામાં ખલનાયકનું હોવું વાર્તાને વેગ આપવામાં અને દર્શકોની રસઋચીને  જાળવી રાખવામાં મહત્વનું બને છે. હિન્દી ફિલ્મોમાં પણ સ્વાભાવિક રીતે એ પરંપરા જળવાઈ છે.

Advertisement

બહુ દુર સુધીના જઈએ તો પણ પચાસના દશકથી આપણી હિન્દી ફિલ્મોમાં લગભગ ૭૦ના દાયકા સુધી મહાન ખલનાયક પ્રાણનું લગભગ એકશક્રી શાસન રહ્યું હતું. પ્રાણના પ્રદાન વિષે ફરીથી કોઈકવાર વાત કરીશું.

Advertisement

વચ્ચેના સમયમાં પ્રેમ ચોપડા, અજીત, શક્તિ કપૂર વગેરે જેવા કલાકારોએ પણ મહત્વનું પ્રદાન કર્યું છે. પણ એ પછી નાયક મિથુન ચક્રવર્તી નાયિકા દીપ્તિ નવલ સાથી કલાકાર નસરૂદીન શાહ જેવા સમર્થ કલાકારો સાથે ૬૦ના દશકમાં ફિલ્મ હમ પાંચથી એક ખલનાયક તરીકે પોતાની કારકિર્દી શરુ કરનારા સ્વ.અમરીશ પૂરી વર્ષ ૨૦૦૫ની જાન્યુઆરીની ૧૨મી તારીખે અચાનક જ અવસાન પામ્યા ત્યાં સુધીમાં ૪૫૦ ફિલ્મોમાં એક સશક્ત અને સફળ ખલનાયક તરીકે અભૂતપૂર્વ છાપ મૂકી છે.

Advertisement

તેમનો ઘેઘુર અને પડછંદ આવાજ, તેમની ભાવવહી આંખો અને તેમના શરીરનું કદ અને વળી એક વિલન તરીકેનું તેમનું બોડી લેન્ગવેજ બધું ભેગું મળીને સિનેમાના પડદા ઉપર એક ખૂંખાર ખલનાયકની છબી ઉભી કરતા હતા. ઘણી વખત અને ઘણી ફિલ્મોમાં એક વિલન તરીકે તેમના દ્વારા બોલાયેલા સંવાદો પણ તેમના અભિનયની જેમ લોકમુખે ચડી જતા હતા. ઉદાહરણ તરીકે ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં તેમના દ્વારા બોલાયેલો સંવાદ “મોગેમ્બો  ખુશ હુવા આજે પણ લોકો યાદ કરે છે.

અમરીશ પૂરીનો જન્મ ૨૨-૦૬-૧૯૩૨ના રોજ થયો હતો. તેમના બંને મોટા ભાઈઓ આ અગાઉ હિન્દી ફિલ્મોમાં નામ મેળવી ચુક્યા હતા. ખાસ કરીને સ્વ.મદન પૂરીનો ઉલ્લેખ તો કરવો જ પડે. નાના ભાઈ અમરીશ પુરીએ મોટા ભાઈઓના પગલે ચાલીને ફિલ્મોમાં પ્રવેશ માટે શરૂઆતના પ્રયત્નમાં નિષ્ફળતા મેળવતા નાટકોમાં કામ કરવાનું શરૂ કરીને પોતાની અભિનય ભૂખ સંતોષી હતી પણ અગાઉ કહ્યું તેમ ફિલ્મ હમ પાંચથી તેમને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ તેમણે કદી પાછુ વળીને જોયું નથી. ફિલ્મ પરદેશત્રિદેવમેરી જંગવિરાસતચાઈના ગેટ અને વિધાતા જેવી ફિલ્મોમાં તેમના યાદગાર અભિનયથી અભિનય સમ્રાટ દિલીપકુમારથી માંડીને નવી પેઢીના સની દેઓલ સુધીના તમામ અભિનેતાઓયે તેમના પ્રભાવનો સ્વીકાર કર્યો છે. વિલન ઉપરાંત તેમણે કેટલીક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પણ યાદગાર ભૂમિકાઓ ભજવી છે. 

Tags :
Advertisement

.