ઉમેશ કોલ્હેની હત્યા માસ્ટરમાઈન્ડ ઈરફાનના ઈશારે થઈ હતી, નાગપુરમાં પોલીસે ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના
અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
અત્યાર સુધી પોલીસે આ કેસમાં ઈરફાન ખાન (35) સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઈરફાન
ખાન આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ જણાવવામાં આવી રહ્યો છે. ઈરફાન ખાન એનજીઓ ચલાવે
છે. ઈરફાને નૂપુર શર્માને ટેકો આપવા બદલ કેમિસ્ટને મારી નાખવાની સૂચના આપી હતી અને
તેણે આખો પ્લાન બનાવ્યો હતો.
પોલીસના જણાવ્યા
અનુસાર, 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ
કોલ્હેની 21 જૂને હત્યા કરવામાં આવી હતી અને આ સંબંધમાં અત્યાર સુધીમાં સાત લોકોની
ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક
અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી.
પોલીસે એ પણ
જણાવ્યું કે મુખ્ય આરોપી ઈરફાન ખાને ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું અને આ માટે
પાંચ લોકોને સામેલ કર્યા. ઈરફાન ખાને અન્ય પાંચ આરોપીઓને 10 હજાર રૂપિયા અને ભાગી
જવા માટે કાર આપવાનું વચન આપ્યું હતું. આ ઘટના 21 જૂને રાત્રે 10 થી 10.30
વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે ઉમેશ તેની દુકાન બંધ કરીને બાઇક
પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઉમેશનો પુત્ર સંકેત અને પત્ની વૈષ્ણવી તેની
સાથે અન્ય બાઇક પર ચાલી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઉમેશ મહિલા કોલેજના ગેટ પાસે પહોંચ્યો કે તરત જ પાછળથી બે બાઇક પર
આવેલા શખ્સો આવ્યા અને ઉમેશનો રસ્તો રોકી દીધો. એક યુવકે બાઇક પરથી ઉતરીને ઉમેશના
ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. લોહીથી
લથપથ ઉમેશ રોડ પર પડ્યો હતો. આ પછી સંકેત તેને હોસ્પિટલ લઈ ગયો જ્યાં તેનું મોત
નીપજ્યું હતું.