આર્થિક સંકટ વચ્ચે હવે પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટ, મરિયમ નવાઝે ખોલ્યો મોરચો
ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ પાકિસ્તાન ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં એક તરફ જ્યાં એક લીટર દૂધની કિંમત 250 પાકિસ્તાની રૂપિયા અને ચિકનનો ભાવ પણ પ્રતિ કિલો 780 રૂપિયા પર પહોંચી ગયો છે. આર્થિક સંકટ બાદ હવે પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે. શરીફ પરિવારમાં મોટો તિરાડ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી પીએમએલ (એન)મà
ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ પાકિસ્તાન ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં એક તરફ જ્યાં એક લીટર દૂધની કિંમત 250 પાકિસ્તાની રૂપિયા અને ચિકનનો ભાવ પણ પ્રતિ કિલો 780 રૂપિયા પર પહોંચી ગયો છે. આર્થિક સંકટ બાદ હવે પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે. શરીફ પરિવારમાં મોટો તિરાડ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી પીએમએલ (એન)માં વિભાજનથી પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટ સર્જાયું છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે પોતાના જ કાકા વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
મરિયમ નવાઝે મોરચો ખોલ્યો
પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. નાદારીથી બચવા માટે તે IMF પાસેથી લોન માંગી રહ્યું છે. પરંતુ IMF ની અમુક શરતોનુ પાલન ન કરતા તેને લોન નથી મળી રહી. બીજી તરફ દેશમાં લોકોની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. જેના માટે દેશની જનતા પોલિટિક્સને ગણાવી રહી છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે, પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે તાજેતરમાં સત્તા પર બેઠેલા શાહબાઝ નવાઝ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. મોંઘવારીથી કંટાળી રહેલી શરીફ સરકાર માટે હવે પોતાની સરકાર બચાવવાનો મોટો પડકાર છે. મરિયમ નવાઝે પોતાને વર્તમાન સરકારથી અલગ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર પીએમએલ(એન)ની નથી. તેમણે કહ્યું, અમારું શાસન ત્યારે બનશે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનમાં હશે. PML(N)ની અંદર એવી ચર્ચા છે કે મરિયમ નવાઝ પોતે શહેબાઝ શરીફની જગ્યાએ વડાપ્રધાન બનવા માંગે છે. પાકિસ્તાન મીડિયામાં એક મોટી ચર્ચા છે કે નવાઝ શરીફના જમાઈ એટલે કે મરિયમના પતિ કેપ્ટન (આર) મોહમ્મદ. સફદર પાર્ટીમાં વાતાવરણ બનાવી રહ્યા છે. સફદર શાહબાઝ શરીફને બદલીને તેમની પત્ની મરિયમને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો છે.
દેશની આર્થિક સ્થિતિ અંગે રક્ષામંત્રીની કબૂલાત
પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે દેશના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જાહેર કર્યું છે કે દેશ હવે ‘નાદાર’ થઈ ગયો છે. સિયાલકોટમાં એક કોલેજના દીક્ષાંત સમારોહને સંબોધતા રક્ષા મંત્રી અને પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે કહ્યું કે, લોકોએ સાંભળ્યું જ હશે કે પાકિસ્તાને ભૂલ કરી છે અને સમાચાર પણ સાચા છે કે આપણો દેશ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે, જે એકદમ સાચું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ રોટી અને પાણી માટે પણ રેકોર્ડ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. પાકિસ્તાનમાં વીજળી, લોટ, પેટ્રોલ અને ડીઝલ બધું મોંઘું થઈ ગયું છે. આસિફે કહ્યું કે પાકિસ્તાન નાદાર નથી થઈ રહ્યું, પરંતુ "પહેલેથી જ ડિફોલ્ટ" થઈ ગયું છે. આસિફે કહ્યું, "આપણે એક નાદાર દેશના રહેવાસી છીએ. લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાને ભૂલ કરી છે અને અહીં આર્થિક મંદી છે, પરંતુ આ બધું થઈ ચૂક્યું છે અને હવે આપણે આપણા પગ પર ઊભા થવાની જરૂર છે."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement