Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાર્ટી વર્ચસ્વની લડાઇ વચ્ચે જાણો હજુ કયા નેતાઓ ઉદ્ધવ ઠાકરેના પક્ષે, કોણ શિંદે સરકારના વફાદાર

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા બે મહિનામાં અનેક બદવાવ આવ્યા, જૂથબંધીથી લઇ રાજ્યમાં સત્તા પરિવર્તનનો નાટકીય દોર જનતાએ જોયો. હજુ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે વચ્ચે શિવસેના પર પ્રભુત્ત્વ બાબતે ન્યાયિક લડાઇ ચાલુ છે. બીજતરફ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ સરકારના વફાદાર નેતા સંજય રાઉત સતત મીડિયા સામે પક્ષની તરફેણમાં બોલી રહ્યા હતાં. સાàª
09:39 AM Aug 05, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા બે મહિનામાં અનેક બદવાવ આવ્યા, જૂથબંધીથી લઇ રાજ્યમાં સત્તા પરિવર્તનનો નાટકીય દોર જનતાએ જોયો. હજુ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે વચ્ચે શિવસેના પર પ્રભુત્ત્વ બાબતે ન્યાયિક લડાઇ ચાલુ છે. બીજતરફ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ સરકારના વફાદાર નેતા સંજય રાઉત સતત મીડિયા સામે પક્ષની તરફેણમાં બોલી રહ્યા હતાં. સાથે જ તેઓ શિવસેનાના મુખપત્ર સામનામાં પણ એડિટર તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે. 
 
ઠાકરેની સાથે તેમના આ વફાદાર નેતાઓ ઉભા છે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હવે સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાને બચાવવા માટે આકરાપાણીએ સંઘર્ષ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સાંસદો અને ધારાસભ્યોએ તેમનો સાથ છોડી ચૂક્યા છે. જો કે, આ મુશ્કેલ સમયમાં પણ ઠાકરે વફાદારોની બાબતમાં નબળા પડ્યા નથી. ભારતના ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટ અને મહારાષ્ટ્રના રાજકીય મેદાનમાં પણ તેઓ ઠાકરેની સાથે તેમના આ વફાદાર નેતાઓ ઉભા છે. વર્તમાન સ્થિતિને જોતા ઠાકરેને વિભાજનથી થયેલા નુકસાનને વસૂલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાર્યકર્તાઓને ન મળવાના આક્ષેપો વચ્ચે, તેમણે હવે જન સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને  પુત્રો આદિત્ય અને તેજસ લગભગ દરેક વખતે તેમની સાથે જોવા મળે છે.

પ્રિયંકા ચતુર્વેદી ઉદ્ધવ સરકારવતી મીડિયા સાથે સંપર્ક કરવાની જવાબદારી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત પાર્ટીને સમર્થન આપવા સતત મીડિયા સામે આવી રહ્યાં હતાં. જો કે ઉદ્ધવ સરકારના આ કદાવર નેતા હાલમાં રવિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી બાદ કસ્ટડીમાં છે. ત્યારબાદ બાદ સાંસદ પ્રિયંકા ચતુર્વેદી ઉદ્ધવ સરકારવતી મીડિયા સાથે સંપર્ક કરવાની જવાબદારી નિભાવી રહી છે. તે જ સમયે, અરવિંદ સાવંત તેમને સમર્થન આપી રહ્યાં છે. રાઉતની EDએ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. 
નિવૃત્તિ નજીક છે, પરંતુ પક્ષ પ્રત્યેની નિષ્ઠાએકબંધ
પૂર્વ મંત્રી સુભાષ દેસાઈ નિવૃત્તિની નજીક હોવાના અહેવાલ છે, પરંતુ શિવસેનાના મુશ્કેલ સમયમાં તેમણે સંગઠનને સંભાળવાની આગેવાની લીધી છે. આ સાથે તેઓ પાર્ટીના કાયદાકીય કામમાં પણ મદદ કરી રહ્યા છે. અહીં સુપ્રીમ કોર્ટમાં શિવસેના સામે લડી રહેલા ઉદ્ધવ જૂથનું નેતૃત્વ પૂર્વ મંત્રીઓ અનિલ પરબ, અનિલ દેસાઈ અને અરવિંદ સાવંત કરી રહ્યા છે.
આ નેતાઓ જનતા સાથે જોડાયેલા છે
સંગઠનાત્મક અને કાનૂની મોરચા ઉપરાંત, પરબ, સચિન આહિર, અજય ચૌધરી, રવિન્દ્ર વાયકર, સુનિલ પ્રભુ અને સંજય પોટનીસ જેવા નેતાઓ મહારાષ્ટ્રના જમીની શિવસૈનિકો સાથે જોડાઈ રહ્યા છે. સાંસદ ચંદ્રકાંત ખૈરે અને MLC અંબાદાસ દાનવે પાર્ટીના કાર્યકર્તાઓ અને જન સંપર્ક કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. 
 આ નેતાઓ હવે એકનાથ શિંદે સરકાર સાથે છે
પોતાની પાર્ટી સાથે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે સાથે  યોગેશ કદમ, બાલાજી કલ્યાણકર, સુહાસ કાંડે, બાલાજી કિનીકર, મંગેશ કુડાલકર, દીપક કેસરકર, સંજય ગાયકવાડ, ભરત ગોગાવલે, જ્ઞાનરાજ ચૌગલે, યામિની જાધવ, જેવી કદાવર નેતાઓ જોડાયેલાં છે. સાથે જ અન્ય શિવસૈનિકોમાં પ્રદીપ જયસ્વાલ, મહેન્દ્ર થોરવે, મહેન્દ્ર દલવી, શંભુરાજ દેસાઈ, ગુલાબોરા પાટીલ, કે. , શાહજી પાટીલ, અનિલ બાબર , રમેશ બોરનારે , સંદિપન ભુમરે , વિશ્વનાથ ભોઇર , શાંતારામ મોરે , સંજય રાઠોડ , સંજય રાયમુલકર , ઉદયસિંહ રાજપૂત , દિલીપ લાંડે , શ્રીનિવાસ વાંગા , પ્રકાશ અબીટકર , મહેશ શિંદે , સંજય શિરસાટ, અબ્દુલ સત્તાર, પ્રતાપ સદા સરવણકર, તાનાજી સાવંત, પ્રકાશ સુર્વે, લતાબાઈ સોનવણે, દાદાજી ભુસેના નામ શિંદે જૂથમાં સામેલ છે.
Tags :
AdityaThakareyAeknathShindeGujaratFirstMaharashtraPoliticsSanjayRautShivSenaUddhavThackeray
Next Article