સ્માર્ટ સિટીને લઈ AMC કમિશનર અને ધારાસભ્યોની બેઠક મળી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર ની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી અંતર્ગત નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા તેમજ ચાલી રહેલા વિકાસકાર્યોની ચર્ચા કરવામાં આવી.. સ્માર્ટ સિટી બેઠકમાં વિવિધ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી જેમાં સૌથી ધારદાર રજૂઆત એલિસ બ્રિજ ના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી અમિત શાહ એ રજૂઆત કરી હતી કે રિવફ્રન્ટ વિàª
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર ની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી અંતર્ગત નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા તેમજ ચાલી રહેલા વિકાસકાર્યોની ચર્ચા કરવામાં આવી.. સ્માર્ટ સિટી બેઠકમાં વિવિધ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી જેમાં સૌથી ધારદાર રજૂઆત એલિસ બ્રિજ ના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી અમિત શાહ એ રજૂઆત કરી હતી કે રિવફ્રન્ટ વિસ્તાર માં સીસીટીવી લગાવવાા જોઈએ.. સીસીટીવી હોય તો વિવિધ પ્રવૃત્તિ પર બાજ નજર રાખી શકાય.
આ સાથે અન્ય ધારા સભ્યોએ પણ પોતપોતાના સંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં 6,000 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાંથી ૩૮૬ કેમેરા બંધ હોવાનું સામે આવ્યું હતુંબેઠકમાં સૌથી મહત્વની બાબત સીસીટીવીની રહી આ સાથે શહેરમાં જે રીતે પોલ્યુશન વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી જો આ રીતે પોલ્યુશન વધશે તો દિલ્હી જેવી સ્થિતિ થશે આથી પોલ્યુશન ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની વાત કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement