Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાણી પરિવારે પાળ્યું વચન, રાજસ્થાનમાં Jio 5G લોન્ચ, શ્રીનાથજી મંદિરથી કરાઈ શરૂઆત

રિલાયન્સ જિયો (Reliance Jio) ઈન્ફોકોમના ચેરમેન આકાશ આનંદે શનિવારે રાજસ્થાનમાં 5G સેવા શરૂ કરી છે. તેમણે રાજસમંદના નાથદ્વારા શહેરમાં સ્થિત પ્રસિદ્ધ શ્રીનાથજી મંદિરથી રાજ્યમાં Jio 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અવસર પર આકાશએ કહ્યું કે આજથી નાથદ્વારા સાથે દરેક માટે 5G સેવા ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ગયા મહિને શ્રીનાથજી મંદિરના દર્શન કરવા ગયà
11:52 AM Oct 22, 2022 IST | Vipul Pandya
રિલાયન્સ જિયો (Reliance Jio) ઈન્ફોકોમના ચેરમેન આકાશ આનંદે શનિવારે રાજસ્થાનમાં 5G સેવા શરૂ કરી છે. તેમણે રાજસમંદના નાથદ્વારા શહેરમાં સ્થિત પ્રસિદ્ધ શ્રીનાથજી મંદિરથી રાજ્યમાં Jio 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અવસર પર આકાશએ કહ્યું કે આજથી નાથદ્વારા સાથે દરેક માટે 5G સેવા ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ગયા મહિને શ્રીનાથજી મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ તેમણે મંદિરમાંથી જ રાજસ્થાન (Rajasthan)માં 5G સેવા શરૂ કરવાનું વચન આપ્યું હતું. શનિવારે તેમના પુત્રએ આ વચન પૂરું કર્યું છે.
રિલાયન્સ જિયોના હેડ બન્યા બાદ 30 વર્ષીય આકાશ અંબાણીની આ પહેલી મોટી જાહેરાત હતી. 28 જૂને, મુકેશ અંબાણીએ Jioના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યા બાદ RIL બોર્ડે આકાશ અંબાણીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. રાજસ્થાનમાં 5G સેવા શરૂ કરતી વખતે તેમણે ચેન્નાઈમાં જલ્દી જ Jio 5G લોન્ચ કરવાની વાત કરી છે. ત્યારે 2015માં 4G સેવા શરૂ કરતા પહેલા મુકેશ અંબાણી શ્રીનાથજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.
2023 સુધીમાં દેશભરમાં Jio 5G
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ દેશની ત્રણ સૌથી મોટી ટેલિકોમ કંપનીઓની હાજરીમાં ભારતમાં 5G ટેકનોલોજી લોન્ચ કરી હતી. આ જ કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું કે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં 5G કનેક્ટિવિટીનો વિસ્તાર કરશે. રિલાયન્સ જિયો ઉપરાંત એરટેલે પણ ભારતમાં 5G સેવા શરૂ કરી છે.

અહીં 5Gનો ઉપયોગ કરવામાં આવશે
ભારતમાં 5G ડેટા સ્પીડ 4G કરતા 10 ગણી ઝડપી હશે. ટેલિકોમ સેક્ટર ઉપરાંત સેલ્ફ-ડ્રાઈવિંગ કાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ લેટેસ્ટ 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ડિઝાસ્ટર મોનિટરિંગ જેવા ક્ષેત્રોમાં પણ 5G તકનીકનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં 5G સેવા હાલમાં પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ આગામી થોડા વર્ષોમાં દેશના દરેક ખૂણે લોકો 5G કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે.
Tags :
5GServiceInIndiaGujaratFirstRajasthanReliance5GServices
Next Article