અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.
અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.12 થી 16 સુધી ચાલનારા ગબ્બર પરિક્રમા કાર્યક્રમને પગલે ગબ્બર ખાતે પણ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિર ખાતે પણ આજે રંગબેરંગી લાઇટો મંદિર પર લગાવેલી જોવા મળી હતી.
અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દિવાળીના તહેવારમાં નવરાત્રિના તહેવારમાં અને ભાદરવી ના તહેવારમાં રંગબેરંગી લાઈટોથી ઝળહળતું જોવા મળે છે ત્યારે ગબ્બર ખાતે પરિક્રમાના પાંચ દિવસના કાર્યક્રમમાં આજે 11 ફેબ્રુઆરીના રોજ અંબાજી મંદિર પર અલગ અલગ કલરની લાઈટો જોવા મળી હતી. પાંચ દિવસ સુધી આ લાઈટ અંબાજી મંદિર પર જોવા મળશે અને ભક્તો માતાજીના દર્શન કરવા આવે ત્યારે રાત્રિના સમયે અંબાજી મંદિરનો સુંદર નજારો પણ જોઈ નહીં માતાજીની ભક્તિ આરાધના કરતા જોવા મળશે.
સુંદર લાઈટોથી મંદિર ઝળહળી ઉઠ્યુ
અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ગુજરાતનું અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે ત્યારે હાલમાં અંબાજી મંદિર ખાતે દેવી ભાગવત કથા નો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો પણ બપોરના સમયે કથા માં જોડાઈને માતાજીની આરાધના કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે 12 થી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવશે અને માતાજીના દર્શન કરશે. પાંચ દિવસના કાર્યક્રમમાં આવતા ભક્તો માટે એસટી મુસાફરીમાં 50% ભાડાની રાહત પણ આપવામાં આવી છે અને આ કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને પાંચ દિવસ સુધી અંબાજી ખાતે મીની કુંભ યોજાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement