ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમાનતુલ્લા ખાને રોકડ અને હથિયાર મારા ઘરે રાખ્યા હતા, હામિદ અલીએ એસીબી સમક્ષ કબૂલ્યું

દિલ્હી એસીબીએ શુક્રવારે ચાર સ્થળોએ દરોડા પાડ્યાં હતાં અને વક્ફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાનની દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત સંડોવણી સંબંધમાં ધરપકડ કરી હતી. હાલમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની ACB કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની ACB કસ્ટડીદિલ્હી વક્ફ બોર્ડના પ્રમુખ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓ ઓછી àª
02:50 PM Sep 17, 2022 IST | Vipul Pandya
દિલ્હી એસીબીએ શુક્રવારે ચાર સ્થળોએ દરોડા પાડ્યાં હતાં અને વક્ફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાનની દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત સંડોવણી સંબંધમાં ધરપકડ કરી હતી. હાલમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની ACB કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની ACB કસ્ટડી
દિલ્હી વક્ફ બોર્ડના પ્રમુખ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અમાનતુલ્લા પર દિલ્હી વક્ફ બોર્ડમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ શુક્રવારે દરોડામાં લાખોની રોકડ અને હથિયાર મળી આવ્યા બાદ અમાનતુલ્લા ખાનના નજીકના સાથી હામિદ અલી ખાનની ધરપકડ કરી છે. સાથે જ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની ACB કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

ઘરમાં હથિયારો અને રોકડ છૂપાવી રાખ્યા હતા
એસીબીના સૂત્રોએ જણાવ્યું કે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના નજીકના સાથી હામિદ અલી ખાને એસીબીને જણાવ્યું છે કે અમાનતુલ્લાએ તેમના ઘરમાં હથિયારો અને રોકડ છૂપાવી રાખ્યા હતા અને તમામ વ્યવહારો તેમની સૂચના પર કરવામાં આવ્યા હતા. 

આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ 
ત્યાર બાદ એસીબીએ શુક્રવારે દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યાં હતાં,  અને વક્ફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી. એસીબીએ જે જગ્યાએ દરોડા પાડ્યા તેમાં હમીદ અલીની મિલકત પણ સામેલ હતી. એસીબીએ જામિયા નગરના રહેવાસી હમીદ અલીના ઘરેથી એક લાઇસન્સ વગરનું હથિયાર, 12 લાખ રૂપિયા રોકડા અને કેટલાક કારતૂસ જપ્ત કર્યા હતા. હમીદ અલીની દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે.
ACBના દરોડા બાદ 3 FIR નોંધાઈ
એસીબીના દરોડા પછી પોલીસ દ્વારા ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક લાઇસન્સ વગરના હથિયાર અને કેટલાક કારતૂસની વસૂલાતના સંબંધમાં હામિદ અલી (54) સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં હામિદ અલીની ધરપકડ કરવામાં આવી છે. આ સમયે અમાનતુલ્લાના ઘરે દરોડા બાદ હંગામો જોવાં મળ્યો હતો, ઘરની બહાર સંબંધીઓએ ACPપર હુમલો કર્યો હતો. 
24 લાખની રોકડ અને બે લાઇસન્સ વગરના હથિયારો મળી આવ્યા
તે જ સમયે, જોગાબાઈ એક્સટેન્શનના રહેવાસી કૌશર ઈમામ સિદ્દીકી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે. સિદ્દીકીના ઘરેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જો કે તેની ધરપકડ કરવાની બાકી છે. 24 લાખની રોકડ અને બે લાઇસન્સ વગરના હથિયારો મળી આવ્યા હતા

નાણાકીય ગેરરીતિ અને અન્ય અનિયમિતતા સંબંધિત કેસમાં સમન્સ 
દરોડા દરમિયાન એસીબીએ કુલ રૂ.24 લાખની રોકડ અને બે પરવાના વગરના હથિયારો જપ્ત કર્યા હતા. અગાઉ, એસીબીએ અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડની કામગીરીમાં કથિત નાણાકીય ગેરરીતિ અને અન્ય અનિયમિતતા સંબંધિત કેસમાં સમન્સ પાઠવ્યું હતું.

32 લોકોની ગેરકાયદે ભરતી કરી
બોર્ડમાં કથિત ગરબડના સંબંધમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આ એફઆઈઆર અનુસાર, અમાનતુલ્લા ખાને તમામ ધોરણો અને સરકારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી અને ભ્રષ્ટાચારી અને પક્ષપાતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં એસીબીએ કહ્યું હતું કે વક્ફ બોર્ડના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષે ખાન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને ગેરકાયદેસર ભરતી સામે મેમોરેન્ડમ પણ જારી કર્યું હતું.
પરિચિતોએ ACB પર હુમલો કર્યો
એજન્સીનો આરોપ છે કે જેવી એસીબીની ટીમ ખાનની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી, તેના સંબંધીઓ અને પરિચિતોએ તેના પર હુમલો કર્યો. ત્રીજો કેસ ACB અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો છે. પોલીસે જણાવ્યું હતું કે સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
Tags :
AAPACBAmanatullahKhanCorruptionCaseGujaratFirst
Next Article