એલોવેરા જ્યુસ દરેક માટે ફાયદાકારક નથી, જાણો તેની આડઅસરો....
એલોવેરાએ આપણી ત્વચા, સ્વાસ્થ્ય અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.ઘણાલોકો સવારે ઉઠીને જ ખાલી પેટે એલોવેરા જ્યુસ પીતા હોય છે, પણ શું તમે જાણો છો કે એલોવેરાના વધુ પડતા ઉપયોગથી નુકસાન પણ થઇ શકે છે. ઘણા જ્યૂસ અને જેલમાં લેક્સેટિવ તત્વ રહેલા હોય છે, જેને કારણે તમને મુશ્કેલીઓ થઇ શકે છે . એલોવેરાના વધુ પડતા ઉપયોગથી થતા ગેરફાયદાઓ :એલોવેરાના વધુ પડતા ઉપયોગથી તમને સ્કિનની એલર્જી પણ
એલોવેરાએ આપણી ત્વચા, સ્વાસ્થ્ય અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.ઘણાલોકો સવારે ઉઠીને જ ખાલી પેટે એલોવેરા જ્યુસ પીતા હોય છે, પણ શું તમે જાણો છો કે એલોવેરાના વધુ પડતા ઉપયોગથી નુકસાન પણ થઇ શકે છે. ઘણા જ્યૂસ અને જેલમાં લેક્સેટિવ તત્વ રહેલા હોય છે, જેને કારણે તમને મુશ્કેલીઓ થઇ શકે છે .
એલોવેરાના વધુ પડતા ઉપયોગથી થતા ગેરફાયદાઓ :
- એલોવેરાના વધુ પડતા ઉપયોગથી તમને સ્કિનની એલર્જી પણ થઇ શકે છે.તમને લાલાશ, ખંજવાળ,ઉજરડા વગેરે થઇ શકે છે.
- એલોવેરા જ્યૂસનું સતત સેવન શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું કરી શકે છે, જેને કારણે હૃદયના અનિયમિત ધબકારા અને નબળાઈ આવી શકે છે. જે લોકોને પહેલેથી હૃદયસંબંધી ફરિયાદ હોય તેમણે આ જ્યૂસ પીવાનું ટાળવું જ જોઈએ.
- એલોવેરામાં રહેલી લેક્ટેટિંગ પ્રોપર્ટી ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક હોઈ શકે છે. તેના સેવનથી તેમનું ગર્ભાશય સંકુચિત થઈ શકે છે, જેને કારણે બાળકના જન્મમાં સમસ્યા થાય છે અથવા તો ગર્ભપાત કરવો પડે છે.
Advertisement