ઓસ્ટ્રેલિયા સામે પહેલી જ ટેસ્ટમાં મોટો વિવાદ, જાડેજા સામે લાગ્યો આ આરોપ
ઓસ્ટ્રેલિયા (Australia) સામે નાગપુરમાં (Nagpur) રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાનું (Ravindra jadeja) શાનદાર પ્રદર્શન રહ્યું. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવમાં ઘાતક બોલિંગ કરી કુલ 5 વિકેટ ઝડપી હતી અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઈનિંગમાં માત્ર 177 રનમાં સમેટાઈ ગયો. પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયન મીડિયાનો આરોપવાયરલ થઈ રહેલો વીડિયà
ઓસ્ટ્રેલિયા (Australia) સામે નાગપુરમાં (Nagpur) રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાનું (Ravindra jadeja) શાનદાર પ્રદર્શન રહ્યું. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવમાં ઘાતક બોલિંગ કરી કુલ 5 વિકેટ ઝડપી હતી અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઈનિંગમાં માત્ર 177 રનમાં સમેટાઈ ગયો. પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાનો આરોપ
વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. જેમાં જોવા મળે છે કે જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ વીડિયો રિલીઝ કરીને આરોપ લગાવ્યો છે.
જાડેજાની સફળતા ઓસ્ટ્રેલિયાને પચી નહી
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ શેર કરતા લખ્યું, 'તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ માઈકલ વોન અને ટિમ પેઈનની કમેન્ટ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે BCCIએ કહ્યું કે, જાડેજા પોતાની આંગળી પર બામ લગાવી રહ્યો હતો. તેણે કોઈપણ રીતે બોલ સાથે છેડછાડ કરી નથી.
શું હતું વીડિયોમાં?
સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાડેજા બોલ લઈને મોહમ્મદ સિરાજ પાસે પહોંચ્યો હતો. તેણે સિરાજના હાથમાં કંઈક લીધું અને તેની બોલિંગ આંગળી પર લગાવવાનું શરૂ કર્યું. તેણે તે વસ્તુ આંગળી પર લાંબા સમય સુધી રાખી અને બોલિંગ શરૂ કરી. જોકે, વીડિયોમાં જાડેજા તે વસ્તુને બોલ પર લગાવતો જોવા મળ્યો નહોતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement