ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રપતિ મૂર્મુ અને PM મોદી સહિત તમામ હસ્તીઓએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો સૌથી મોટો હિંદુ તહેવાર રક્ષાબંધન આજે એટલે કે 11મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓએ રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે. દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ મૂર્મુએ તમામ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ દ્વારા તેમણે લખ્યું છે -
05:14 AM Aug 11, 2022 IST | Vipul Pandya
ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો સૌથી મોટો હિંદુ તહેવાર રક્ષાબંધન આજે એટલે કે 11મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓએ રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે. દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. 
રાષ્ટ્રપતિ મૂર્મુએ તમામ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ દ્વારા તેમણે લખ્યું છે - ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધન, સ્નેહ અને વિશ્વાસના પ્રતીક એવા રક્ષા બંધનના આનંદી અવસર પર હું તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હું ઈચ્છું છું કે આ તહેવાર આપણા સમાજમાં સૌહાર્દને પ્રોત્સાહન આપે અને મહિલાઓ માટે સન્માન વધે.

હિન્દી અને અંગ્રેજી ભાષામાં એક જ સંદેશમાં અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે - તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટર પર અભિનંદન સંદેશ આપતાં દેશવાસીઓને રક્ષાબંધનના અવસર પર શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, રક્ષાબંધનના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

રક્ષાબંધન એ ભાઈ-બહેનનો ખાસ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે સાવન માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનને લઈને લોકો ખૂબ જ મૂંઝવણમાં છે. ગૂગલમાં સર્ચ કરતાં કેટલીક જગ્યાએ રક્ષાબંધનનો તહેવાર 11મીએ જણાવવામાં આવી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ રક્ષાબંધનનો તહેવાર 12મી ઓગસ્ટ જણાવવામાં આવી રહ્યો છે. જો તમે પણ મૂંઝવણમાં છો તો તમારે નીચે દર્શાવેલો લેખ જરૂર વાંચવો જોઇએ.

આ પણ વાંચો -  ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન
Tags :
AMITSHAHGujaratFirstPMModiPresidentMurmuRakshabandhanTweet
Next Article