Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેસ્ટ ઈન્ડિઝમાં All is not Well, ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ વધુ એક ઝટકો લાગ્યો

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં પોતાના શરમજનક પ્રદર્શનથી બધાને દુ:ખી કરનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મહત્વનું છે કે, ટીમના વર્લ્ડ કપમાંથી બહાર થવાથી નારાજ કોચ ફિલ સિમોન્સે પદ છોડી દીધું છે. પ્રથમ વખત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈવેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપમાંથી શરમજનક હાર સાથે બહાર થવાની શરૂઆત થઈ રહી છે. બે વખતની ચેમ્પિયન વિà
10:16 AM Oct 25, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં પોતાના શરમજનક પ્રદર્શનથી બધાને દુ:ખી કરનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મહત્વનું છે કે, ટીમના વર્લ્ડ કપમાંથી બહાર થવાથી નારાજ કોચ ફિલ સિમોન્સે પદ છોડી દીધું છે. 
પ્રથમ વખત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપમાંથી શરમજનક હાર સાથે બહાર થવાની શરૂઆત થઈ રહી છે. બે વખતની ચેમ્પિયન વિન્ડીઝ પ્રથમ રાઉન્ડમાં જ પ્રથમ વખત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. અહીં તે સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ જેવી તુલનાત્મક રીતે નબળી ટીમોના હાથે હારી હતી. આ જ કારણ છે કે ટીમના મુખ્ય કોચ અને દિગ્ગજ કેરેબિયન ક્રિકેટર ફિલ સિમોન્સની વિદાય ફિક્સ થઈ ગઈ છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ સિમન્સ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી બાદ કોચ પદેથી રાજીનામું આપશે. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયામાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. 

ફિન્સે દેશની માફી માંગી
આ મામલે સિમન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "હું સ્વીકારું છું કે તેનાથી માત્ર ટીમને જ નહીં પરંતુ અમે જે દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ નિરાશાજનક છે, અમે પ્રદર્શન કરી શક્યા નથી. અમે સારી રમત બતાવી શક્યા નથી. હવે અમારી સહભાગિતા વિના ટુર્નામેન્ટનો પ્લે-આઉટ જોવાનો રહેશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ માટે હું મારા ચાહકોની દિલથી માફી માંગુ છું."
સિમોન્સના કોચિંગ હેઠળ ટીમ ચેમ્પિયન બની હતી
મહત્વનું છે કે, સિમન્સે 2016મા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી. તેમના કોચિંગ હેઠળ વેસ્ટ ઈન્ડિઝે કોલકાતામાં ઈંગ્લેન્ડને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, તેમના માર્ગદર્શન હેઠળ, ટીમે ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં મજબૂત ઇંગ્લેન્ડની ટીમને 1-0થી હરાવ્યું હતું.
આ પણ વાંચો - ફાફ ડુ પ્લેસિસે ટીમના એક મેમ્બરને લઇને કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો
Tags :
CricketGujaratFirstSportst20worldcupt20worldcup2022WestIndies
Next Article