એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન પહોંચી પોલીસ સ્ટેશનમાં, લગ્ન પહેલા જુગાર રમતા ઝડપાયા
એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન લગ્નસ્થળ પર પહોંચતા પહેલા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ . લગ્ન કરવા જતા પહેલા વરરાજા અને સાથીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો.. જે યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, તેઓ વરરાજા જાન સાથે લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા સાથે એલિસબ્રિજ પોલીસ સ્ટેશàª
01:37 PM Feb 21, 2023 IST
|
Vipul Pandya
એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન લગ્નસ્થળ પર પહોંચતા પહેલા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ . લગ્ન કરવા જતા પહેલા વરરાજા અને સાથીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો..
જે યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, તેઓ વરરાજા જાન સાથે લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા સાથે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા.. કારણ કે તેઓ લગ્ન પ્રસંગમાં જુગાર રમી રહ્યા હતા.. મીઠાખળી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી વર્ષીલ દેસાઈના લગ્ન પ્રસંગ હોવાથી એલિસબ્રિજમાં લક્ષ્મી નિવાસમાં બે ફ્લેટ મિત્રના રાખ્યા હતા.. આ ફ્લેટ માં મિત્રો અને વરરાજા જુગાર રમી રહ્યા હતા.. જેની બાતમી એલિસબ્રિજ પોલીસને મળતા તેમને રેડ કરી હતી.. અને ફ્લેટના 402 અને 602 નંબરના ફ્લેટમાં જુગાર રમતા 89 લોકોને ઝડપી લીધા.. તેમની પાસેથી 53 વાહન, 98 મોબાઈલ, 3.74 લાખની રોકડ સહિત 1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો..
મીઠાખળીમાં રહેતા બે મિત્રો વર્ષીલ દેસાઈ અને કશીસ શાહ ના લગ્ન પ્રસંગ હોવાથી તેમને પોતાના મિત્રોને જુગાર નાઈટ માટે આમંત્રણ આપ્યું. બંને મિત્રોના લગ્ન આગળ પાછળ હતા પણ કોમન મિત્ર હતા એકના મિત્રો જુગાર રમવા ઉપરના માળે તો એકના મિત્રો જુગાર રમવા નીચેના માળે બેઠા હતા આ દરમિયાન પોલીસને માહિતી મળી કે અહીંયા મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે અને પોલીસે એન્ટ્રી પાડી હતી તો એક બે નહીં પણ 89 લોકો જુગાર રમતા ઝડપાયા જેમાં એક વરરાજા વર્સીલ દેસાઈનો પણ સમાવેશ થાય છે જેની આજે સગાઈ છે પોલીસે તેને હાલ સગાઈ માટે જવા દીધો છે અને સગાઈ પૂરી કર્યા બાદ તેનો નિવેદન લેવામાં આવશે.. જ્યારે બીજા વરરાજા જુગાર રમતા નહિ હોવાથી તે ઝડપાયા નથી.. પરંતુ મિત્ર ઝડપાયા તો તેઓ પણ પોલીસ સ્ટેશનના મહેમાન બન્યા છે.
એલિસબ્રિજ પોલીસે હાલમાં જુગારધારાની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.. આ વરરાજા અને જાનૈયાઓને છોડાવવા મોટી લાઈનો જોવા મળી.. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસર ની પ્રક્રિયા હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article