Air India ખરીદવા માગે છે Air Asiaનો તમામ હિસ્સો, CCI પાસેથી માગી મંજૂરી
એર ઈન્ડિયાએ એરએશિયા ઈન્ડિયાને ટેકઓવર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ટાટાની માલિકીની એરલાઈને તેના માટે કોમ્પિટિશન કમિશન (CCI) પાસેથી મંજૂરી માગી છે. ટાટા ગ્રુપના એવિએશન બિઝનેસ માટે મોટી પહેલટાટા ગ્રૂપ એક સંપૂર્ણ સુવિધાયુક્ત ઉડ્ડયન સેવા વિસ્તારાનું પણ સંચાલન કરે છે. જે સિંગાપોર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસમાં ચાલુ રહે છે. ટાટા ગ્રુપ હવે એરએશિયાને તેના એવિએશન બિઝનેસ હેઠળ લાવવા મ
એર ઈન્ડિયાએ એરએશિયા ઈન્ડિયાને ટેકઓવર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ટાટાની માલિકીની એરલાઈને તેના માટે કોમ્પિટિશન કમિશન (CCI) પાસેથી મંજૂરી માગી છે.
ટાટા ગ્રુપના એવિએશન બિઝનેસ માટે મોટી પહેલ
ટાટા ગ્રૂપ એક સંપૂર્ણ સુવિધાયુક્ત ઉડ્ડયન સેવા વિસ્તારાનું પણ સંચાલન કરે છે. જે સિંગાપોર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસમાં ચાલુ રહે છે. ટાટા ગ્રુપ હવે એરએશિયાને તેના એવિએશન બિઝનેસ હેઠળ લાવવા માંગે છે. આ સેગમેન્ટને મજબૂત કરવા માગે છે. CCIમાં દાખલ કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત સંયોજન એર ઇન્ડિયા લિમિટેડ (AIL) દ્વારા AirAsia (India) Pvt Ltdની સમગ્ર ઇક્વિટી શેર મૂડીના સંપાદન સાથે જોડાયેલું છે. ચોક્કસ મર્યાદાથી ઉપરના હિસ્સા સાથેના સોદા માટે CCIની મંજૂરી જરૂરી છે.
એર ઈન્ડિયા અને તેની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ ગયા વર્ષે ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લેવામાં આવી હતી. એર એશિયા ઇન્ડિયાએ જૂન 2014માં ફ્લાઇટ્સ શરૂ કરી હતી. તે દેશમાં એર પેસેન્જર સેવાઓ, એર કાર્ગો ટ્રાન્સપોર્ટ અને ચાર્ટર ફ્લાઇટ્સ પૂરી પાડે છે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ એર એશિયા ઇન્ડિયામાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (AIL) પાસે છે. જે મલેશિયાના એર એશિયા જૂથનો ભાગ છે. હાલમાં બંને કંપનીઓ સાથે મળીને તેનું સંચાલન કરી રહી છે. આ કંપની કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ભાગ નથી.
Advertisement