ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદની હવા બની જોખમી, પ્રદૂષણ વધતા ગરમીમાં પણ થયો વધારો

દેશમાં સૌથી ખરાબ વાતાવરણ દિલ્હીનું જોવા મળતું હોય છે. સામાન્ય રીતે અહીં પ્રદૂષણ એટલું ખતરનાક સ્તરે પહોંચી જાય છે કે ઘણીવાર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી જાય છે. હવાના પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બર તરીકે ઓળખાતી દેશની રાજધાની કરતા રાજ્યના અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે. શિયાળાના અંત સાથે રાજ્યમાં પણ ઉનાળાની ગરમીનો પ્રકોપ વધી ગયો છે. વળી આ સાથે અમદાવાદમાં હવાનું પà
06:04 AM Mar 14, 2022 IST | Vipul Pandya
દેશમાં સૌથી ખરાબ વાતાવરણ દિલ્હીનું જોવા મળતું હોય છે. સામાન્ય રીતે અહીં પ્રદૂષણ એટલું ખતરનાક સ્તરે પહોંચી જાય છે કે ઘણીવાર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી જાય છે. હવાના પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બર તરીકે ઓળખાતી દેશની રાજધાની કરતા રાજ્યના અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે. 
શિયાળાના અંત સાથે રાજ્યમાં પણ ઉનાળાની ગરમીનો પ્રકોપ વધી ગયો છે. વળી આ સાથે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ પણ ઘણું ખરાબ થઇ ગયું છે. પ્રદૂષણ વધતા ગરમીમાં પણ વધારો નોંધાયો છે. આજે એટલે કે સોમવારે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 224 સુધી પહોંચી ગયો છે. હવામાં પ્રદૂષણ વધતા વૃદ્ધ અને જે લોકોને અસ્થમાની બીમારી છે તેમને કામ વિના બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે પરતું હવે ઉનાળાની જ્યારે શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમી લોકોને હેરાન કરતી હોય છે તેમા જો વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી જાય તો ગરમીમાં પણ વધારો થઇ જાય છે. કઇંક આવું જ હાલમાં અમદાવાદમાં બની રહ્યું છે. હવામાં પીએમ 2.5 રજકણોની માત્રા વધીને 356 પહોંચી, અમદાવાદમાં પિરાણામાં સૌથી વધુ હવા પ્રદૂષિત બની છે. દિલ્હીની સરખામણીએ અમદાવાદની હવા ચાર ગણી વધુ પ્રદૂષિત છે. 
શહેરમાં વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે, આ પણ એક કારણ છે કે શહેરમાં હવાનું પ્રદૂષણ વધી ગયું છે. શહેરમાં બસોની સંખ્યા ગણી ઓછી છે, આ કારણોસર લોકોને પોતાના ખાનગી વાહનો લઇને નીકળવું પડે છે જે પણ એક કારણ છે કે પ્રદૂષણ વધી ગયું છે. વળી શહેરમાં ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે. રાજ્ય પોલ્યુશન કંટ્રોલબોર્ડ માત્ર બણગાં ફુંકે છે પણ વાસ્તવિકતા એછેકે,વટવા,નારોલ,નરોડા,પિરાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આજેય હવામાં ઝેરી પ્રદુષણ ઓકતી ફેક્ટરીઓની ભરમાર છે. 
Tags :
AhmedabadAirPollutionGujaratGujaratFirstincreased
Next Article