Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે થશે સજાની સુનાવણી, 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા

વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સપ્તાહ અગાઉ ચુકાદો આપ્યો હતો અને ત્યાર બાદ દોષિતોનો પક્ષ જાણ્યા બાદ આજે સ્પેશિયલ કોર્ટ 49 દોષિતોને સજા સંભળાવશે. 14 વર્ષની લાંબી લડત બાદ 56 નિર્દોષ લોકોના જીવ લેનાર દોષિતોને કોર્ટ સજા સંભળાવશે.   26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં કુલ 20 સ્થળો પર એક બાદ એક સિરિયલ વિસ્ફોટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા હતા અને 244ને ઇજા પહોંચી હતી,
03:12 AM Feb 18, 2022 IST | Vipul Pandya
વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સપ્તાહ અગાઉ ચુકાદો આપ્યો હતો અને ત્યાર બાદ દોષિતોનો પક્ષ જાણ્યા બાદ આજે સ્પેશિયલ કોર્ટ 49 દોષિતોને સજા સંભળાવશે. 14 વર્ષની લાંબી લડત બાદ 56 નિર્દોષ લોકોના જીવ લેનાર દોષિતોને કોર્ટ સજા સંભળાવશે.   
26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં કુલ 20 સ્થળો પર એક બાદ એક સિરિયલ વિસ્ફોટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા હતા અને 244ને ઇજા પહોંચી હતી, ત્યારે આરોપીઓને જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી જજ એ.આર.પટેલ સમક્ષ હાજર કરાયા હતા. આ કેસમાં 77 આરોપીઓ સામે છેલ્લાં 14 વર્ષથી ટ્રાયલ ચાલતી હતી, અને કેસમાં ખાસ એડવોકેટ એચ.એમ.ધ્રુવ, અમિત પટેલ, મિતેષ અમીન અને સુધીર બ્રહ્મબટ્ટે કામગીરી કરી હતી.
આ છે ગુજરાતના ગુનેગાર
જાહિદ કુતબુદિન શેખ, ઇમરાન ઇબ્રાહિમ શેખ, ઇકબાલ કાસમ શેખ, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ, ગ્યાસુ અબ્દુલ હલીમ અંસારી, મોહંમદ આરીફ ઇકબાલ કાગઝી, મોહંમદ ઉસ્માન અનિસ અગરબત્તી વાલા, યુનુસ મહંમદ મન્સૂરી, કમરુદ્દીન ચાંદ મોહમંદ નાગોરી, આમિલ પરવાઝ કાઝી શેખ, સાબીદ અબ્દુલ કરિમ મુસ્લિમ, ઇકબાલ જાહરુલ હુસૈન નાગોરી, અદનાન મુલ્લા, સલીમ ગુલામ ખ્વાજા મન્સુરી, અબ્દુલ રશીદ, અબ્બાસ ઉમર સમેજા, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ, અતીક ઉર રહેમાન, વિક્કી અંસારી, રાજા પઠાણ, જમાલ અંસારી, અબ્દુલ રાજીક મંસુરી, અફસર ઉસ્માની, યાશીર શેખ, આરીફ બદર શેખ, હસન શેખ, રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા, મહંમદ આરીફ નસીમ અહેમદ મીર્ઝા, રીઝવાન કાપડીયા, રાહુલ શેખ, જીશાન શેખ, મોન્ટુ તૈલી, મહંમદ શકીલ યામીમખાન લુહાર, ખાલીદ શફીક સૈયદ, સઇદ ઇસ્માઇલ ચૌધરી, સલાઉદ્દીન દુરાની, સૈયદ ઇર્શાદ સૈયદ, અબ્બુ બરેલવી, શરીફ સલીમ, સૈફુર રહેમાન અંસારી, નદવી મુસ્લીમ, હારીશ મુસ્લીમ, તલ્હા પઠાણ, ઠાકુર અંસારી, રાજા શેખ, મુબીન સફુરખાન, મુન્ના મણીયાર, જાવેદ અહેમદ, અતિક પઠાણ
આ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા
અહેમદ શેખ, નાસીર અહેમદ લિયાકત અલી પટેલ, શકીલ અહેમદ, અબ્દુલ સલીમ માલી, નઈમ સૈયદ, અબ્દુલ સમી રાજ અહેમદ, મુબારક ખ્વાઝા, જીલત હુસેન, હસી બરજા, મોહમંદ તૈયબ અબ્દુલજૈશ શેખ, ઉસ્માન અબ્દુલ હમીદ નાગોરી, સુહેબ પોટ્ટનીકલ અબ્દુલકાદર પોટ્ટનીલને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુક્યા છે.  
પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ મેળવી નિર્દોષ છૂટનારા આરોપી
નાવેદ નઈમુદ્દીન કાદીર, રીયાઝુદ્દીન નાસીર, સલીમ, મહંમદ જાકીર અબ્દુલહક, સલ્લુ કાદર શેખ, મુન્નાવર પીરભોઈ, ડો.અનવર અબ્દુલ ગની બાગવાન, ગુલરેજ હમીદ ખાન, અસ્લમ અબુબકર, એચ. મોહંમદ ઝહીર ઐયુબ પટેલ, મોહંમદ શાબ્બીર મણીયાર, અબ્દુલ રજાક મુસ્લીમ, અલી ઈમામને અપૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે.
શું હતો ઘટનાક્રમ?
અમદાવાદમાં 26 જુલાઈ 2008માં એકબાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા. અને 244 લોકોને ઇજા થઇ. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી, આ બ્લાસ્ટ બાદ પ્રથમ વખત આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું. જેમાં રિયાઝ, ઇકબાલ, યાસીન ભટકલની  આ સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડની ભૂમિકા હતી. આતંકીઓએ બ્લાસ્ટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યું હતું. ત્યારે બ્લાસ્ટ બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ અધિકારીઓને સોંપી દેવાઇ હતી, અને 19 દિવસમાં જ કેસ ઉકેલાયો હતો. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઇ હતી. આમ કુલ 35 કેસોને એકસાથે ભેગા કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 78 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. હાલ 49 લોકો સાબરમતી જેલમાં છે.
અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?
  • હાટકેશ્વર સર્કલ 
  • બાપુનગર
  • ઠક્કરબાપાનગર 
  • જવાહર ચોક 
  • સિવિલ હોસ્પિટલ 
  • એલજી હોસ્પિટલ
  • મણિનગર 
  • ખાડિયા 
  • રાયપુર 
  • સારંગપુર 
  • ગોવિંદવાડી 
  • ઇસનપુર 
  • નારોલ 
  • સરખેજ 
કેટલા લોકોની લેવાઇ જુબાની?
સિરિયલ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 1163 લોકોની જુબાની લેવામાં આવી. ઉપરાંત 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, કેસ ઝડપથી ચલાવવામાં આવે. 
38.29 લાખ પાનાની કુલ 547 ચાર્જશીટ
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 547 ચાર્જશીટ દાખલ કરવામાં આવી. જેમાં એક ચાર્જશીટમાં 7000 પાનાનો ઉપયોગ થયો. એટલે કુલ 38.29 લાખ પેજ ચાર્જશીટમાં વપરાયા છે. સાથે જ 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું છે. એટલે તેમાં 3.47 લાખ પાનાનો ઉપયોગ થયો.
આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
IPC 1860ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967ની કલમ   10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આઠ આરોપી હજુ પણ ફરાર
સિરિયલ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ 78 આરોપીઓને ઝડપી લીધા. અને ચાર્જશીટ પણ ફાઇલ કરી છે. જો કે આ કેસના હજુ 8 આરોપીઓ ફરાર છે.
ટ્રાયલ દરમિયાન બદલાયા 8 જજ
આ કેસની ટ્રાયલ શરૂ થઇ ત્યારથી લઇને ચુકાદો અનામત રહ્યો ત્યાં સુધી કુલ 8 જજો બદલાઇ ચૂક્યા છે. જેમાં બેલાબહેન ત્રિવેદી, વી.પી.પટેલ, બી.જે. ધાંધા, ડો.જ્યોત્સનાબહેન યાજ્ઞિક, કે.કે.ભટ્ટ, પી.બી.દેસાઇ, પી.સી.રાવલ, એ.આર.પટેલનો સમાવેશ થાય છે.
તો બોમ્બ બ્લાસ્ટ ન થયો હોત...
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સમગ્ર બોમ્બ બ્લાસ્ટની માહિતી ગુપ્તચર વિભાગના એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીએ તેના સિનિયર અધિકારીઓને આપી હતી. પરંતુ આ પોલીસકર્મીના રિપોર્ટને ફાઈલોની વચ્ચે દબાવી રાખવામાં આવ્યો હતો. IBના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ બલવંતસિંહે આ ગ્રુપની માહિતી આપી હતી. જેમાં સાબરમતી જેલમાંથી ઉપયોગમાં લેવાતા ફોન નંબર પણ હતાં. જો આ હેડ કોન્સ્ટેબલે આપેલા રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો  સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી બે શહેરોને બચાવાઈ શકાયા હોત તેવું પણ મનાઇ રહ્યું છે.
Tags :
2008bomblastcas2008serialbombblastAhemdabadGujaratFirst
Next Article