Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રથયાત્રાના પગલે 1 દિવસ માટે અમદાવાદમાં આ તમામ રસ્તા રહેશે બંધ

ભગવાન જગન્નાથ ની 145મી રથયાત્રામાં અમદાવાદ શહેર પોલીસ આ વર્ષે માત્ર જમીની બંદોબસ્ત જ નહિ પરંતુ આકાશી નજર થી રાખશે બાજ નજર. અત્યાર સુધી આકાશી બંદોબસ્ત માટે ડ્રોનનો ઉપયોગ કરાતો હતો ત્યારે પહેલીવાર પેરામોટર દ્વારા રથયાત્રાના રૂટ પર નજર રખાશે. પેરા મોટરને એક હાઈટ પર ઉડાવાશે. તેમાં રહેલા કેમેરાની ફીડથી અધિકારીઓ નજર રાખશે. પેરા મોટરને કારણે 1 લી જુલાઈ એટલે રથયાત્રા ના દિવસે આ સ્થળોàª
10:01 PM Jun 30, 2022 IST | Vipul Pandya

ભગવાન જગન્નાથ ની 145મી
રથયાત્રામાં અમદાવાદ શહેર પોલીસ આ વર્ષે માત્ર જમીની બંદોબસ્ત જ નહિ પરંતુ આકાશી
નજર થી રાખશે બાજ નજર. અત્યાર સુધી આકાશી બંદોબસ્ત માટે ડ્રોનનો ઉપયોગ કરાતો હતો
ત્યારે પહેલીવાર પેરામોટર દ્વારા રથયાત્રાના રૂટ પર નજર રખાશે. પેરા મોટરને એક
હાઈટ પર ઉડાવાશે. તેમાં રહેલા કેમેરાની ફીડથી અધિકારીઓ નજર રાખશે.


પેરા મોટરને કારણે 1 લી
જુલાઈ એટલે રથયાત્રા ના દિવસે આ સ્થળોએ પાર્કિંગ નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.
જેમાં
 વૈશ્ય સભા, ખમાસા,
ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન
ગોપાલની હવેલી
, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા
ચાર રસ્તા
, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર
ઓવરબ્રિજ
, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી
ચકલા
, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર
ચકલા
, રંગીલા ચોકી, આર.સી હાઈસ્કૂલ, દિલ્હી
ચકલા
, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ,
દાણા પીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીના વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

આ અંગે 
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. રથયાત્રા રુટ
પર વાહનોની અવર જવર નહી થાય અને તેના વૈકલ્પિક રુટ પણ આપવામાં આવ્યા છે તથા
પાર્કિંગ માટે પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ
1
જુલાઈથી અમદાવાદના રથયાત્રાના રુટમાં આવતા વિસ્તારોને નો પાર્કિગ ઝોન
જાહેર કરાયા છે. તેમજ કેટલાક વિસ્તારો અને રસ્તા પણ રથયાત્રાના
1
જુલાઈના દિવસે બંધ રહેશે.

 

145 જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે અમદાવાદમાંથી પસાર કરવા
પોલીસનો
  લોખંડી
બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બીજી બાજુ રથયાત્રા પહેલા પોલીસ રથયાત્રાના રૂટનું
નિરીક્ષણ કરતી હોય છે પરંતુ પહેલી વખત રથયાત્રા પહેલા આજે પોલીસે હેલિકોપ્ટરથી
રથયાત્રાના રૂટ પર સર્વેલન્સ કર્યું હતું. આજ સુધી પુરીની રથયાત્રામાં પણ
હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરવામાં આવતું નથી
,
પરંતુ પ્રથમ વખત અમદાવાદની રથયાત્રાનું એરિયલ
ઓબ્ઝર્વેશન
5 પોલીસ
ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર
, ક્રાઇમ JCP, ટ્રાફિક JCP, અને સેક્ટર 1-2 ના અધિકારીઓ હેલિકોપ્ટરથી રૂટ
ઓબ્ઝર્વેશન કર્યું હતું. રથયાત્રાના દિવસે પણ રૂટ સહિત કાલુપુર રેલવે સ્ટેશન અને
સંવેદનશીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરાશે.

Tags :
AhmedabadGujaratGujaratFirstJaiJagannathNagarcharyaRathyatraRathyatra2022RathyatraLive
Next Article