ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

16 વર્ષની ઉંમરે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારો દેશનો પહેલો વિદ્યાર્થી, જાણો કોણ છે આ Agastya Jaiswal

9 વર્ષની ઉંમરે 10મું પાસ કર્યું14 વર્ષની ઉંમરે પત્રકારત્વનો અભ્યાસબંને હાથેથી લખવાની મહારથ પણ ધરાવે છેસામાન્ય રીતે 16 વર્ષની ઉંમરે બાળક 10માં કે 11માં ધોરણનો વિદ્યાર્થી હોય છે. પરંતુ તેલંગાણાના અગત્સ્ય જયસ્વાલે (Agastya Jaiswal) 16 વર્ષની ઉંમરે પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર તે ભારતનો પહેલો વિદ્યાર્થી બન્યો છે. તેમની બહેન નૈનાએ પણ 16 વર્ષની ઉંમરે Ph.D પીએચડી કર્યું હતું.સ
06:20 PM Dec 10, 2022 IST | Vipul Pandya
  • 9 વર્ષની ઉંમરે 10મું પાસ કર્યું
  • 14 વર્ષની ઉંમરે પત્રકારત્વનો અભ્યાસ
  • બંને હાથેથી લખવાની મહારથ પણ ધરાવે છે
સામાન્ય રીતે 16 વર્ષની ઉંમરે બાળક 10માં કે 11માં ધોરણનો વિદ્યાર્થી હોય છે. પરંતુ તેલંગાણાના અગત્સ્ય જયસ્વાલે (Agastya Jaiswal) 16 વર્ષની ઉંમરે પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર તે ભારતનો પહેલો વિદ્યાર્થી બન્યો છે. તેમની બહેન નૈનાએ પણ 16 વર્ષની ઉંમરે Ph.D પીએચડી કર્યું હતું.
સૌથી યુવાન PG પૂર્ણ કરનારો સ્ટુડન્ટ
હૈદરાબાદના રહેવાસી અગસ્ત્ય જયસ્વાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર સૌથી યુવા ભારતીય બની ગયા છે. તેણે 16 વર્ષની ઉંમરે પીજીની ડિગ્રી મેળવી છે. અગસ્ત્ય જયસ્વાલે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ડિવિઝનમાં સમાજશાસ્ત્રમાં MA પાસ કર્યું છે. આ અગાઉ અગત્સ્ય તેલંગાણા બોર્ડમાંથી 9 વર્ષની ઉંમરે 10મી, 14 વર્ષની ઉંમરે BA માસ-કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાંથી સ્નાતક થયા હતા.
માતા-પિતા આદર્શ
અગસ્ત્યએ કહ્યું કે, મારા માતા-પિતા અશ્વિની કુમાર અને ભાગ્યલક્ષ્મી મારા શિક્ષક છે. તેમના માર્ગદર્શન હેઠળ મેં આ સિદ્ધિ હાંસલ કરી છે. અગસ્ત્ય બહુપ્રતિભાશાળી છે, તે 1.72 સેકન્ડમાં A થી Z ટાઈપ કરી શકે છે. તે બંને હાથે લખી શકે છે. અગસ્ત્ય રાષ્ટ્રીય સ્તરનો ટેબલ ટેનિસ ખેલાડી છે. આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પણ છે. હાલમાં તે ડોક્ટર બનવા માંગે છે.
મોટી બહેન આંતરરાષ્ટ્રીય ટેબલટેનિસ પ્લેયર
અગસ્ત્યની મોટી બહેન નયના જયસ્વાલ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી છે. નૈનાએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીજી કર્યું છે અને તેણે સૌથી નાની વયે Ph.D કર્યું છે.
આ પણ વાંચો - સુખવિંદર સુખુ બન્યા હિમાચલના મુખ્યમંત્રી, મુકેશ અગ્નિહોત્રી DyCM, કાલે શપથ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AgastyaJaiswalGujaratFirstHyderabadPostGraduationrecord
Next Article