Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકામાં એકવાર ફરી અંધાધૂધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

અમેરિકામાં ગન કલ્ચર કેવું ફૂલ્યું ફાલ્યું છે તેનું સમયાંતરે ઉદાહરણ પૂરુ પાડતા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં એકવાર ફરી ગોળીબાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એકવાર સામૂહિક ગોળીબાર થયો છે. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના
10:51 AM Jan 22, 2023 IST | Vipul Pandya
અમેરિકામાં ગન કલ્ચર કેવું ફૂલ્યું ફાલ્યું છે તેનું સમયાંતરે ઉદાહરણ પૂરુ પાડતા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં એકવાર ફરી ગોળીબાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એકવાર સામૂહિક ગોળીબાર થયો છે. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણી દરમિયાન થયો ગોળીબાર
અમેરિકાના કેલિફોર્નિયામાં ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ત્યારે આ ગોળીબાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ ગોળીબારમાં અંદાજે 16 લોકોને ગોળી વાગી છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તપાસ એજન્સીઓએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણી કરવા માટે મોન્ટેરી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અમેરિકન સમય અનુસાર શનિવારે રાત્રે લગભગ 10 વાગે સમારંભ ચાલુ જ હતો ત્યારે કોઈએ ભીડ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ચીની મૂળના 17 વર્ષીય યુવકનું પણ મોત
કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, આ મામલો જાતિવાદ સાથે જોડાયેલો છે. સ્થાનિક લોકો અને એશિયન સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આમાં ચીની મૂળના 17 વર્ષીય યુવકનું પણ મોત થયું છે. પોલીસ થોડા સમયમાં આ અંગે નિવેદન જારી કરી શકે છે. આ ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જીવ બચાવવા લોકો આમ-તેમ દોડવા લાગ્યા
ગોળીબારના અવાજને કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા. આ કેસની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. હાલમાં, તપાસ એજન્સી આ ઘટનાના હુમલાખોરો વિશે વધુ માહિતી આપી રહી નથી.

અઠવાડિયામાં આ બીજી વખત થયું ફાયરિંગ
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે. ગત સોમવારે કેલિફોર્નિયા શહેરમાં જ એક ઘરમાં ફાયરિંગ થયું હતું. આ દરમિયાન માતા અને બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ નામ આપ્યું હતું.
આ પણ વાંચો - જગત જમાદાર અમેરિકા પોતાના દેશના ગન કલ્ચર સામે લાચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmericaAmericaNewsCaliforniaFiringGujaratFirstInjuredPeopleDiedshootingUSFiring
Next Article