Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા બાદ જાપાનની ધરા પણ ધ્રૂજી

છેલ્લા ઘણા સમયથી વિશ્વના અલગ-અલગ ભાગો ભૂકંપનો સામનો કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં, તાઇવાન, કાબુલ અને મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. હવે જાપાનમાં પણ મંગળવારે સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.જાપાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકોમાં દોàª
મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા બાદ જાપાનની ધરા પણ ધ્રૂજી
છેલ્લા ઘણા સમયથી વિશ્વના અલગ-અલગ ભાગો ભૂકંપનો સામનો કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં, તાઇવાન, કાબુલ અને મેક્સિકોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. હવે જાપાનમાં પણ મંગળવારે સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.
જાપાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગભરાયેલા લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. આ સાથે જ બચાવ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈ નુકસાનના અહેવાલ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાનના સ્થાનિક સમય અનુસાર સવારે 9:06 વાગ્યે આઓમોરી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો દરિયાકિનારો હોવાનું કહેવાય છે. હાશિકામી-ચો અને આઓમોરીની આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. લોકો ઘરની બહાર નીકળીને સલામત સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, અત્યાર સુધી ક્યાંયથી પણ કોઈ જાનહાનીના અહેવાલ નથી. જોકે, અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાવાને કારણે લોકોની ચિંતા વધવા લાગી છે. મેક્સિકોમાં મોડી રાત્રે જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. અગાઉ રવિવારે બપોરે, તાઇવાન નજીક 7.2 ની તીવ્રતાના ભૂકંપ બાદ દક્ષિણ જાપાનમાં મિયાકોજીમા અને યેયામા પ્રદેશો માટે સુનામી આવી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તાઈવાન બાદ સોમવારે ભારતના લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, લદ્દાખના કારગીલમાં સવારે 9.30 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.