Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાવાગઢ બાદ હવે આ યાત્રાધામની થશે કાયાપલટ, મળી મહત્વની બેઠક

પવિત્ર યાત્રાધામ પાવાગઢની કાયાપલટ બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદીરની પણ કાયાપલટ થવા જઇ રહી છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ' ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ ' માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. આ બેઠકમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન કલેક્ટર મહેસાણા શ્રી ઉદીપ અગ્રવાલ ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઇ દવે ટ્રસ્ટી શ્રી બલવંતસિંહ રાજપુત જયશ્રીબેન પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરી
04:56 AM Sep 06, 2022 IST | Vipul Pandya
પવિત્ર યાત્રાધામ પાવાગઢની કાયાપલટ બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદીરની પણ કાયાપલટ થવા જઇ રહી છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની " ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ " માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. 
આ બેઠકમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન કલેક્ટર મહેસાણા શ્રી ઉદીપ અગ્રવાલ ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઇ દવે ટ્રસ્ટી શ્રી બલવંતસિંહ રાજપુત જયશ્રીબેન પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં બહુચરાજી ટેમ્પલ ડેવલોપમેન્ટ માટે મોટા નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા.
મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરવા સમગ્ર મંદિરને નવેસરથી રી ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. 
મુખ્ય મંદિર પરિસર, ભોજનશાળા, યજ્ઞશાળા, માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે. ટ્રસ્ટ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજીની સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે, જેથી દેશ તથા વિદેશમાં રહેતા માઇ ભક્તોને દર્શનનો અને આરતીનો લાભ મળી શકે.
મા શક્તિની પૂજા અર્ચનાનો નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી રંગે ચંગે માતાજીના પરિસરમાં ઉજવવામાં આવશે.
શ્રી બહુચરાજી શક્તિપીઠ ના મંદિર પરિસર ને " બી " કેટેગરી માંથી "એ " કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે.
વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલ ચેર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે.
મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવનું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે. તેમજ મંદિરની આસપાસના વિસ્તારમાં પણ સુધારા કરવામાં આવશે
મંદિરની ફરતે આવેલ કિલ્લાને દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે.
યજ્ઞશાળા તથા મંદિર પરિસરમાં આવેલ નાના મોટા મંદિરોને પણ સુધારા વધારા કરી નવીનીકરણ કરવામાં આવશે.
પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોની પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવામાં આવશે.
મંદિરના યજ્ઞશાળા તથા નવચંડી કરનાર બ્રાહ્મણોના માનદ વેતન દક્ષિણામાં પણ ઘણો મોટો  વધારો કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીશ્રી કિરીટભાઈ પટેલ શ્રી જયેશભાઈ મોદી, શ્રીસંદીપભાઈ શેઠ શ્રીરાજેશ પટેલ શ્રીરાકેશ સોની શ્રીસુખાજી ઠાકોર સહિત તમામ ટ્રસ્ટીઓએ ઉપરોક્ત નિર્ણયો સર્વાનુંમતે દેવસ્થાનના વિકાસ માટે લીધા હતા.
Tags :
BahucharajiTempledevelopmentGujaratFirst
Next Article