Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિયાળી ક્રાંતિ પછી, ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1000 ટકા વધ્યું, વિશ્વમાં બીજા ક્રમે

ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં લગભગ 1,000 ટકાનો વધારો થયો છે. 1960ની હરિયાળી ક્રાંતિ બાદ આ રેકોર્ડ ઉત્પાદન છે. ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.છેલ્લા 6 દાયકામાં ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં લગભગ 1,000 ટકાનો વધારો થયો છે.  વર્છ 1960ની હરિયાળી ક્રાંતિ બાદ આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે. ઘઉંના ઉત્પાદનમાં આ વર્ષે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશનું કુલ ઘઉંનું ઉત્પાદન 1960ની શરૂઆતમાં 98.5 લાખ ટનથી વધà«
હરિયાળી ક્રાંતિ પછી  ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1000 ટકા વધ્યું  વિશ્વમાં બીજા ક્રમે
ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં લગભગ 1,000 ટકાનો વધારો થયો છે. 1960ની હરિયાળી ક્રાંતિ બાદ આ રેકોર્ડ ઉત્પાદન છે. ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.છેલ્લા 6 દાયકામાં ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં લગભગ 1,000 ટકાનો વધારો થયો છે.  વર્છ 1960ની હરિયાળી ક્રાંતિ બાદ આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે. ઘઉંના ઉત્પાદનમાં આ વર્ષે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશનું કુલ ઘઉંનું ઉત્પાદન 1960ની શરૂઆતમાં 98.5 લાખ ટનથી વધીને 2021-22માં 1,068.4 લાખ ટન થયું છે. 

1960ના દાયકાથી ભારતની પ્રતિ હેક્ટર ઉપજ ત્રણ ગણી વધી 
કેન્દ્રએ બુધવારે ડેટા ચાર્ટ દ્વારા માહિતી જાહેર કરી. ભારત હવે વૈશ્વિક સ્તરે ઘઉંના કુલ ઉત્પાદનમાં બીજા ક્રમે છે. 2021-22માં જ ભારતે રેકોર્ડ 7 મિલિયન ટન અનાજની નિકાસ કરી છે.દેશમાં અનાજની કુલ ઉપજ વિશે વાત કરીએ તો, 1960ના દાયકાથી ભારતની પ્રતિ હેક્ટર ઉપજ ત્રણ ગણી વધી છે. હેક્ટર દીઠ અનાજનું ઉત્પાદન 1960ના મધ્યમાં 757 કિલો હતું તે વધીને 2021માં 2.39 ટન થયું. કેન્દ્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 'ગ્રીન રિવોલ્યુશન'એ ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યું અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કર્યો.


ભારતમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન રેકોર્ડ રહેવાનો અંદાજ 
દરમિયાન, 17 ઓગસ્ટના રોજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 2021-22ની સીઝન દરમિયાન ભારતમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. મુખ્ય કૃષિ ઉત્પાદનના ચોથા આગોતરા અંદાજ મુજબ, 2020-21 દરમિયાન લણણી કરતાં 4.98 મિલિયન ટનનો વધારો થયો છે.

આ પાકોનું બમ્પર ઉત્પાદન
2021-22માં ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન (2016-17 થી 2020-21) કરતાં 25 મિલિયન ટન વધુ હોવાનો અંદાજ છે. પાકોમાં ચોખા, મકાઈ, ચણા, કઠોળ, રાઇ અને સરસવ, તેલીબિયાં અને શેરડી માટે રેકોર્ડ લણણીની અપેક્ષા છે. 2021-22 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 106.84 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘઉંના સરેરાશ 103.88 મિલિયન ટન ઉત્પાદન કરતાં આ 2.96 મિલિયન ટન વધુ છે.


ધીમા ચોમાસાની ડાંગરની ખેતી પર અસર
ઉપલબ્ધ તાજેતરના ડેટા મુજબ, મુખ્ય ખરીફ પાક ડાંગરનું વાવેતર પાછલી સિઝનની સરખામણીમાં 8 ટકા ઘટીને 343.7 લાખ હેક્ટર થયું છે. આ ખરીફ સિઝનમાં ખેડૂતો ડાંગરની ઓછી વાવણી કરે છે. ખરીફ પાકો મોટાભાગે ચોમાસા-જૂન અને જુલાઈ દરમિયાન વાવવામાં આવે છે અને ઉત્પાદન ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન લણવામાં આવે છે. વાવણીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિ અને જુલાઈમાં દેશના મોટા ભાગના ભાગોમાં તેનો અસમાન વરસાદ હોઈ શકે છે.  જોકે અત્યાર સુધી ડાંગરની ખેતી હેઠળ ઓછા વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન ઓછું થવાની ચિંતા છે. જોકે, એકંદરે ખરીફ વાવણી પ્રમાણમાં સારી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.