Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્રશ્યમ-2 ફિલ્મની વાર્તા પરથી યુવકની હત્યા? ઉનામાં યુવકનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ

ઊના શહેરમાં કોર્ટ વિસ્તારમાં રહેતો યુવાન અલ્ફાજ ઇમ્તીયાઝ શેખ કાઝી ગત તા. 7 ફેબ્રુ.ના ગુમ થયા બાદ તા. 12 ફેબ્રુ.ના તેમનો કોહવાયેલી હાલતમાં તપોવનના પાટિયા પાસે ઓવરબ્રીજ પરથી મૃતદેહ મળ્યો હતો. અને મૃતદેહ મળતા જ આ યુવાનની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી  હતી અને પી.એમ બાદ પ્રાથમિક રીપોર્ટમાં તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા થયાનું બહાર આવતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગà«
12:05 PM Feb 17, 2023 IST | Vipul Pandya
ઊના શહેરમાં કોર્ટ વિસ્તારમાં રહેતો યુવાન અલ્ફાજ ઇમ્તીયાઝ શેખ કાઝી ગત તા. 7 ફેબ્રુ.ના ગુમ થયા બાદ તા. 12 ફેબ્રુ.ના તેમનો કોહવાયેલી હાલતમાં તપોવનના પાટિયા પાસે ઓવરબ્રીજ પરથી મૃતદેહ મળ્યો હતો. અને મૃતદેહ મળતા જ આ યુવાનની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી  હતી અને પી.એમ બાદ પ્રાથમિક રીપોર્ટમાં તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા થયાનું બહાર આવતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુન્હો નોધી તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.
અનેક સવાલો
પોલીસ દ્રારા શકમંદ શખ્સોની આગવીઢબે પુછપરછનો દોર શરૂ કરતા પોલીસ આ હત્યાના બનાવમાં આરોપી સુધી પહોચી હોવા છતાં પણ આ હત્યામાં હજુ પણ પોલીસ સમક્ષ અનેક સવાલ ઉભા થવા પામેલ હોય તેમ ગુમ થયેલ યુવાન સ્કુટર લઇને ગયેલો હતો તે સ્કુટર હજુ સુધી પોલીસને મળ્યુ નથી તેમજ હત્યામાં વપરાયેલ તિક્ષ્ણ હથીયાર પણ પોલીસને હાથ લાગ્યા નથી. તેથી પોલીસ હત્યારા સુધી પોહચી હોવા છતાં પણ અવઢવમાં છે કે શું ?
જિલ્લા પોલીસવડા ઉના દોડી આવ્યા
તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે આ યુવાનની હત્યા દ્રશ્યમ 2 ફિલ્મ વાર્તા પરથી થયેલ હોવાનું પોલીસ બેડા માંથી સંભળાઇ રહ્યું છે. ત્યારે આજે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ ઉના મુકામે દોડી આવેલ અને જે સ્થળે યુવાનનો મૃતદેહ મળ્યો તે સ્થળનું એસ પી એ નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સ્ટેશનને તપાસનીશ અધિકારી સાથે બંધ બારણે બેઠક કરી હતી. અને હત્યાની સંપૂર્ણ વિગતો જાણી તપાસનીશ અધિકારીને જરૂરી માર્ગદર્શન આપેલ ત્યારે આ હત્યા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
પતિ પત્નિ ઔર વો
આ હત્યામાં પ્રેમ પ્રકરણ હોવાનું સરાજાહેર ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં મૃતક યુવાન અલ્ફાજ ઇમ્તીયાઝ શેખ કાઝી કે જે ફરસાણની લારીએ કામ કરતો હોય તે લારી માલીકની પત્નિની પણ આ હત્યાના બનાવમાં સંડોવણી છે કે શું ? તે પણ સવાલ ઉઠવા પામેલ છે કારણકે પોલીસ દ્રારા લારી માલીકની પત્નિ નિલોફરની પણ પોલીસ દ્રારા સતત પુછપરછ હાથ ધરવામાં આવી  રહી છે.
તપાસનો ધમધમાટ
તે સીવાય મોબાઇલ લોકેશન પણ તપાસી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ છે અને પોલીસ સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હોય પણ થોડી અવઢવ હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ હત્યાના બનાવની વિગત ખુલશે ત્યારે સીલસીલાબંધ વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.
આ  પણ વાંચો - અંજારમાં એક તરફી પાગલ પ્રેમીએ યુવતીનું જીવવું કર્યું હરામ, 14 વખત ફરિયાદ છતાં કોઈ કડક કાર્યવાહી નહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsdeadbodyGirSomnathGujaratGujaratFirstInvestigationMurderpolicePoliceInvestigationUnayouth
Next Article