Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણવીર-આલિયા બાદ હવે રાહુલ અને અથિયા લગ્નના બંધનમાં બંધાશે, તૈયારીઓ શરૂ

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને તેની ગર્લફ્રેન્ડ બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્નના સમાચારે અત્યારે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ કપલ (કેએલ રાહુલ- અથિયા શેટ્ટી) આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં, RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે દક્ષિણ ભારતીય વિન્ની રમન સાથે લગ્ન કર્યા. આ પછી એàª
રણવીર આલિયા બાદ હવે રાહુલ અને અથિયા લગ્નના બંધનમાં બંધાશે  તૈયારીઓ શરૂ
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને તેની ગર્લફ્રેન્ડ બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્નના સમાચારે અત્યારે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ કપલ (કેએલ રાહુલ- અથિયા શેટ્ટી) આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 
લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં, RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે દક્ષિણ ભારતીય વિન્ની રમન સાથે લગ્ન કર્યા. આ પછી એવી શક્યતા છે કે રાહુલ અને અથિયા પણ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કરી શકે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક લગ્નના અવસર આવી રહ્યા છે. ગયા વર્ષથી લઇને અત્યાર સુધીમાં ઘણા મોટા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યા છે. 14 એપ્રિલના રોજ સૌથી ક્યૂટ કહેવાતું કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કર્યા હતા. વળી હવે એવા સમાચાર છે કે, શેટ્ટી પરિવારમાં પણ લગ્નની શરણાઇ વાગી રહી છે. 'IPL 2022'માં 'લખનૌ સુપર જાયન્ટ્સ'નું નેતૃત્વ કરી રહેલા કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના જમાઈ બનવાના સમાચારે લોકોને આ અંગે વધુ જાણવા માટે આતુર કર્યા છે. 
Advertisement

18 એપ્રિલે આ ક્રિકેટરે તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીની પોસ્ટ જબરદસ્ત લાઈમલાઈટમાં રહી હતી. પહેલીવાર અથિયા તેના અને કેએલ રાહુલના રિલેશનશીપને ઓફિશિયલ કરતી જોવા મળી હતી, ત્યાર બાદ ફેન્સે બંનેના લગ્નની અટકળો શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે, સુનીલ શેટ્ટીનો પરિવાર દક્ષિણ ભારતીય છે અને કે એલ રાહુલ પણ દક્ષિણ ભારતનો જ રહેવાસી છે. આવી સ્થિતિમાં અથિયા અને કે એલ રાહુલના લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા મુજબ થાય તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. 
જોકે, સુનીલ શેટ્ટીએ હજુ સુધી આ અહેવાલો પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. વળી અથિયા અને રાહુલ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. તાજેતરમાં કે એલ રાહુલના જન્મ દિવસ પર અથિયા શેટ્ટીએ ત્રણ રોમેન્ટિક ફોટા શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, 'તમે જ્યા પણ હોવ ત્યા જન્મદિવસની શુભેચ્છાઓ.' 
થોડા સમય પહેલા સુનીલ શેટ્ટીના પુત્ર અને અથિયાના ભાઈ અહાન શેટ્ટીના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અહાન તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. જોકે, હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી. 
Tags :
Advertisement

.